________________
તૃતીય ખંડ
: ૨૭૯ : કરવા માટે નથી, પણ વિદ્યાહીને તરફ અનુકમ્પા કેળવી એમના જીવનનું ભલું થાય એવું અજવાળું એમના ઉપર ફેંકવામાં એની સાર્થકતા છે. કુલ-જાતિનું ગૌરવ કે ઉચ્ચ ગણાતાઓનું ઉચ્ચત્વ માનવતાના સગુણેના ધારણમાં છે અને ઊતરતી શ્રેણીના ગણાતા માનવે સાથે આત્મીયપણાના ભાવે વર્તવામાં છે, નહિ કે પિતાની “મેટાઈ”નું અભિમાન કરી બીજાઓને તેમનાં કુલ-જાતિને અંગે “હીન' ગણી તેમની સાથે હીનતાયુક્ત વ્યવહાર કરવામાં. ઉચાપણું કે નીચાપણું, મેટાઈ કે છોટાઈ જન્મને લીધે નથી. ગુણ-કર્મોથી મેટાઈ એ સાચી મેટાઈ છે. એ મેટાઈ હોય ત્યાં અભિમાન જેવા દોષોને અવકાશ મળે જ નહિ. સદ્ગુણોનું અભિમાન પણ સદ્ગુણોને ઝાંખપ લગાડે છે. અભિમાન પ્રગતિને અધે છે અને જીવનની નિસર્ગ મધુરિમાને હરી લે છે. અભિમાન કરવાનું કેઈ સ્થાન નથી. પિતાને “ઉચ્ચ” માની ઘમંડ કરનાર પિતાને ઉંચેથી પાડે છે. ઉચ્ચપણું સદ્ગુણકર્મોના સંસ્કારમાં છે. એ સંસ્કારિતા પ્રકાશતી હોય ત્યાં “ઊંચનીચપણની” ભેદદષ્ટિ ઉદ્ભવવા પામતી નથી; ત્યાં નીચલા સ્તરના ગણાતા માણસો સાથે પણ સહાનુભૂતિ અને મૈત્રી વહેતી હોય છે. ઉચ્ચપણું સગુણ-કર્મો ઉપર અને નીચપણું ગુણકર્મહીનતા ઉપર સમજવું એ સાચી દષ્ટિ છે. જન્મને કારણે માણસને ઉત્તમ કલાવે કે અધમ ક૯પ એ ખાટી દૃષ્ટિ છે.
સમાજના ધારણ-પોષણ માટે સમાજમાંતી વ્યક્તિઓને જે અનેકાનેક વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં રેકાવાની જરૂર પડે છે તે પ્રવૃત્તિઓને સ્થૂલતાથી ચાર વિભાગોમાં વહેંચી દેવામાં આવી અને તે ચાર વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં રોકાનારને જુદી જુદી રીતે ઓળખવા સારુ જુદા જુદાં-બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ એવા-નામ આપવામાં આવ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org