________________
તૃતીય ખંડ
: ૨૭૭ શકે, દ્રવ્યમાં ઘણું ઘણું પ્રગટવાની શક્યતા, અર્થાત્ પ્રકટનીય અનેક પર્યાના પ્રાદુર્ભાવની સંભવિતતા છતાં જે પરિણામ કે પર્યાય માટે નિમિત્તાગ મળે છે તે જ પ્રાકટ્યને પામે છે. આમ દ્રવ્યગત શક્તિઓ નિયત છે, પણ તે શક્તિઓમાંથી કઈ જ્યારે પ્રગટ થશે તે નિયત નથી. જેને માટે નિમિત્ત મળશે તે પ્રગટ થશે, જેવું નિમિત્ત મળશે તદનુસાર પ્રગટ થશે.
બધું નિયત જ-નક્કીરૂપે કરી ચૂકેલું જ હોય તે પ્રયત્ન ક્રિયાની દરકાર કે રહેવાની નહિ અને હિંસા-અહિંસા, પુણ્ય-પાપ બધું નિરસ્ત થઈ જવાનું. કેઈ માણસના શરીરમાં શસ્ત્ર હુલાવી એની હત્યા કરનારને હિંસા કે પાપ નહિ લાગવાના. કેમકે એ હત્યારા માણસને એ ભાવ બનવાને જ હતે, મરનારનું આવી જ બન્યું [ મરવું કરેલું જ ] હતું, મરનારના શરીરમાં શસ્ત્ર ઘુસવાનું જ હતું. આ બધું નિયત હતું. પછી હત્યારાને શું વાંક? અગ્નિવાલામાં લપેટાયેલા સાધુ-પુરુષને અગ્નિ ઠારી યંગ્ય ઉપચારપ્રયાગથી સાતા ઉપજાવી બચાવનાર અથવા ભૂખથી પ્રાણાન્ત હાલતમાં આવી પડેલા મહાત્માને ભેજન આપી બચાવનારને પુણ્ય શું મળવાનું હતું? કેમકે બચાવનારનું તે સ્થળે આવવું નિયત હતું. અગ્નિનું શાંત રૂપમાં પરિણમન થવું નિયત હતું. ભેજન મહાત્માના મુખમાં પડવું નિયત હતું. આ બધું નિયત હતું. એમાં કહેવાતા બચાવનારે નવું શું કર્યું? ઉફ! કે ભયંકર વાદ !
આ નિયતિવાદમાં ભવિષ્યનિમણુ જેવું કંઈ રહે છે? બધું ભવિષ્ય નક્કી થઈને જ પડયું હોય ત્યાં આગળ વિચાર કે પેજના કરવાની વાત જ રહેતી નથી, પછી પ્રયત્ન કરવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org