________________
જૈનદર્શન દષ્ટિવાળાઓએ વ્યવહારનિર્વાહ માટે ક્ષણેના અનુક્રમના વિષયમાં કરેલી કલ્પનામાત્ર છે. સાંખ્યદર્શન પાતંજલદ ર્શનનું જોડીદાર દર્શન હેઈ એને મત પણ એ જ હોય. વેદાન્તની તે એ તાસીર જ નથી કે એ કાલને અલગ તત્વ માને.
આમાં ન્યાય, વૈશેષિક જેવા દર્શનેને મત વ્યવહારમૂલક અને ગદર્શન વગેરેને મત નિશ્ચયદષ્ટિમૂલક હોય એમ ધારવામાં આવે છે.
આધુનિક વૈજ્ઞાનિક મત કાલને દિશાની જેમ કાલ્પનિક માને છે, વાસ્તવિક નહિ.
(૧૯) નિયતિવાદ
નિયતિવાદ એટલે દૈવવાદ અથવા ભવિતવ્યતાવાદ. એ ભાગ્યવાદ પણ કહેવાય છે. જ્ઞાનહીન કાયર માણસે એમ સમજે છે કે માણસના હાથમાં છે જ શું? જે કંઈ ભાગ્યમાં કરેલું છે અથવા પહેલેથી નિયત છે તે બનીને જ રહેવાનું, માટે કંઈ કરવા ધરવાની કે પ્રયત્ન કરવાની વાત નકામી છે, ધની માણસ, જેઓ ધન ભેગું કરવા પાપ કરે છે, તેને માટે દેવવાદને આગળ કરી ધૃષ્ટતા સેવે છે. એવા માણસે કહે છે કે જે કંઈ બની રહ્યું છે તેમાં આપણે શું વાંક? એ બધું તે પહેલેથી નિયત જ હતું. નિયત હોય તે હજાર પ્રયત્ન કરવાથી પણ ડું જ બદલી શકાય છે? માટે જે બની રહ્યું છે તેની જવાબદારી આપણું પર નથી.
આમ નિયતિવાદ યા દેવવાદ જીવનસુધારને દુશ્મન છે. એ પાપીઓને પિતાનાં પાપ છુપાવવાને, ધનિકોને પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org