________________
તૃતીય ખંડ
': ૨૭૩ : વિધાનિક લુંટ છુપાવવાને અને કાયરોને પિતાની કાયરતા છુપાવવાનો સહારે છે. દેવાદના સહારે શાંતિ મળતી હોવાનું કહેવાય છે, પણ ખરી રીતે તે શાન્તિ નથી, પણ જડતા છે, જીવનનું પતન છે. એક માણસ મરીને ઝાડ થાય તે એની સંવેદનશક્તિ ઘટી જશે, એને જીવવા-મરવાની, કર્તવ્ય-અકર્તયની કોઈ ચિંતા નહિ રહે, એટલે શું એમ કહી શકાય કે માણસ મરી ઝાડ થયો તે એને ઘણી શાન્તિ મળી? એ જડતાને શાન્તિ કહી શકાય? એક માણસ શરાબ પી નશામાં ચકચૂર થયે તે એની એ જડભાવદશા શાન્તિ કહેવાય ? માણસ પોતાની જવાબદારી ભૂલી જાય, પિતાના પાપમય યા પતનમય જીવનમાં પણ શાન્તિ યા સતેષ અનુભવવા લાગે એ એને માટે શું સારી વાત છે? નહિ, એ એની દુર્ગતિ છે. સ્પષ્ટ છે કે દૈવવાદ યા નિયતિવાદને પ્રચાર જનતાને અહિતકારક યા દુર્ગતિકારક રસ્તે દોરવાનું કામ કરે છે.
શ્રમણ ભગવાન મહાવીરના સમયમાં શ્રીમાન કુંભાર સદ્દાલપુત આજીવિકમતનેને મંખલિપુત્ર ગોશાલકના નિયતિવાદમાં માનવાવાળ બને. તેને ભગવાન મહાવીરે સમજાવવાના ઈરાદે પૂછયું: સદ્દાલપુત્ત! માટીનાં આ બધાં પાત્ર તમારા પ્રયત્નથી બને છે કે આપોઆપ બને છે? ભદ્રમનના એણે કહ્યુંઃ નિયતિના બળે બને છે ભગવન! બધા પદાર્થો નિયતિ સ્વભાવ છે. પિતપતાના સ્વભાવ અનુસાર સ્વયં નિયતિ બળથી બને છે. એમાં પુરુષપ્રયત્ન કે નિમિત્તપ્રગ શું કરી શકે ? મહાવીર બેલ્યા: જે કઈ માણસ લાકડીથી તમારા આ વાસણે
જ “ઉવાસગદસાઓ” સૂત્રમાં ભગવાન મહાવીરના દશ શ્રાવકનાં ચરિત આપ્યાં છે, તે દશ શ્રાવકમાં એક સદ્દાલપુર નામનો કુંભાર છે એમના ચરિતમાંથી આ હેવાલ અહીં આપવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org