________________
તૃતીય ખંડ
* ૨૭૧ ૩ આ મતભેદને અંગે બહુશ્રુત મેધાવી પંડિત શ્રી સુખ લાલજીની વિચારસરણી એવી છે કે નિશ્ચયદષ્ટિથી વિચારતાં કાલને જીવાજીવ દ્રવ્યાના પર્યાયરૂપ માનવાને પક્ષ બવિક અને તાત્વિક જણાય છે. મનુષ્યક્ષેત્રની બહાર પણ નવીનતા, પુરાણુતા વગેરે ભાવે બન્યા કરે છે અને તેમાં કાલની અપેક્ષા માનવામાં આવતી નથી. એવી રીતે મનુષ્યક્ષેત્રમાં પણ સ્વતંત્ર કાલ દ્રવ્યની માન્યતા વગર ચાલી શકે. અતઃ સ્કૂલ લેકવ્યવહારના આધાર પર આ પક્ષનું ઉત્થાન સમજવું જોઈએ, અને અણુરૂપ કાલની માન્યતાને અંગે વિચારતાં, પ્રત્યેક યુગલપરમાણુને જ ઉપચારથી કાલાણુરૂપ માની લેવામાં આવે તો અણુરૂપ સ્વતન્ત્ર કાલદ્રવ્યની કલ્પનાની આવશ્યકતા રહેતી નથી. આગુરૂપ કાળને સ્વતન્ન દ્રવ્ય માનવામાં આવે છે, તે પછી એને (કાલદ્રવ્યને) ધર્માસ્તિકાયાદિની જેમ સ્કલ્પરૂપ માનવામાં નથી આવતું એ પ્રશ્ન થાય છે. અને બીજી વાત એ કે જીવાજીવ દ્રવ્યના પર્યાયમાં નિમિત્તકારણ તરીકે સમયપર્યાય માનીએ તે સમયપર્યાયમાં પણ નિમિત્તકારણ (રીકે કેઈને માનવું પડશે. અને જે સમયપર્યંચ સ્વાભાવિક હાઈ એને માટે અન્ય નિમિત્તની અપેક્ષા ન હોવાનું માનવામાં આવે તે જીવ–અજીવ દ્રવ્યના પર્યાય જ એવા સ્વાભાવિક માની શકાય છે કે જેથી એને સમયપર્યાયરૂપ નિમિત્તકારની અપેક્ષા રહેતી નથી.
વૈદિક દર્શનોમાં પણ કાલના સંબંધમાં મુખ્ય બે પક્ષે છે. તૈયાયિક-વૈશેષિક દર્શન કાલને સર્વવ્યાપી સ્વતન્ન દ્રવ્ય માને છે. પાતંજલ યોગદર્શનના તૃતીય પાદના બાવનમા સૂત્રના ભાષ્યમાં કાલ શું છે એ વિશે ઉલ્લેખ છે. ભાષ્યકારના માભિપ્રાય મુજબ કાલનામક કેઈ સવતત્ર વસ્તુ નથી તે કેબલ લૌકિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org