________________
તૃતીય ખંડ
૨૬૯૬ વિશેષાવશ્યક ભાષ્યમાં ૨૦૨૭–૨૦૩૨-૨૦૩૩ ગાથાઓમાં વર્તનાઆદિરૂપ કાલનું રુવાજીવદ્રવ્યરૂપે નિરૂપણ કરી ૨૦૩૫ ગાથામાં અદ્ધાકાલનું નિરૂપણ કરવામાં આવ્યું છે, જેમાં અદ્ધાકાલને સૂર્યાદિની ગતિકિયાથી અભિવ્યક્ત થનારે જણાવવામાં આવ્યું છે. કાલને તાત્વિક (સ્વતંત્ર) દ્રવ્ય ન માનનારે પક્ષ પણ ઉપર્યુક્ત પ્રકારના અધાસમયને વ્યાવહારિક કાલરૂપે માને છે, કિન્તુ મૂળમાં, તેઓ કાલને જીવાજીવ દ્રવ્યના પર્યાયરૂપે જ તત્વતઃ સ્વીકારે છે.
કાલને સ્વતન્ત્ર દ્રવ્ય માનનાર એક અન્ય પક્ષ છે, જેના અભિપ્રાય મુજબ કાલ લેકવ્યાપી અને અણુરૂપ છે. આ છૂટા અણુઓ ગતિહીન હેવાથી જ્યાંના ત્યાં જ રહે છે, અર્થાત લેકાકાશના પ્રત્યેક પ્રદેશ પર જ પોતપોતાના પ્રદેશ પર જ સ્થિત રહે છે. આ પ્રત્યેક કાલ–અણુમાં પર્યાયપરંપરા અવિચ્છિન્ન પ્રવત્ય કરે છે. આ પર્યાય જ “સમય” કહેવાય છે. દરેક કાલ–આણુના અનન્ત સમયપર્યાય છે. આ સમયપર્યાય જ અન્ય દ્રવ્યના પર્યામાં નિમિત્તકારણ છે, નવીનતા-પુરાણુતા, જયેષ્ઠતા-કનિષ્ઠતા વગેરે બધી અવસ્થાઓ કાલ–આણુના સમય
* એક પુદગલપરમાણુને આકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી મન્દ ગતિએ જવામાં જેટલી વાર લાગે તેટલા વખતને “સમય” કહે છે.
यथाऽपकषपर्यन्त द्रव्य परमाणुः, एवं परमापकर्षपर्यन्तः काल: क्षणः। यावता वा समयेन चलितः परमाणः पूर्वदेश जह्याद् उत्तरदेशमुपसम्पद्येत स काल: क्षणः ।
[ પાતંજલ યોગદર્શન, ૩જે પાદ, પરમું સૂa] અર્થાત-જેમ પરમ સૂક્ષ્મતાને પામેલ દ્રવ્ય “પરમાણુ” કહેવાય છે, તેમ પરમ સૂક્ષ્મતાને પામેલ કાલ “ક્ષણ” કહેવાય છે. અથવા ચાલે પરમાણુ જેટલા વખતમાં એક પ્રદેશને છેડે અને બીજા પ્રદેશને પ્રાપ્ત થાય તેટલે વખત “ક્ષણ” કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org