________________
: ૨૬૮ઃ
જૈન દર્શન આવલિકા, મુહૂર્ત, દિનરાત, પક્ષ, માસ, વર્ષ વગેરે જે-મનુષ્યક્ષેત્રમાં અભિવ્યક્ત થાય છે તે “અદ્દધાકાલ” કહેવાય છે. ચાલતે સૂર્ય પિતાનાં કિરણેથી જેટલું–જેટલું ક્ષેત્ર ઉદ્યોતિત કરે છે તે દિવસ” કહેવાય છે. પછી રાત્રિ કહેવાય છે. એ દિવસને અવિભાજ્ય પરમ સૂક્ષમ વખત તે “સમય” કહેવાય છે. એવા અસંખ્ય સમયેની “ આવલિકા” અને એમાંથી મુહૂર્ત વગેરે બને છે.”
કાલને પૃથક તત્ત્વ માનવાના સમર્થનમાં જણાવવામાં આવે છે કે કાલરૂપ નિયામક તત્વ ન હોય તે કિસલય [ કુંપળ], કળી, ફળ એ બધાને એકસાથે જ ઉદ્ભવ થશે. ભિન્નભિન્ન શારીરિક સ્થિતિ ધરાવતી બાલ-યુવક–વૃદ્ધ અવસ્થાઓ કાલ વિના કેમ બની શકે? છ હતુઓનાં નાનાવિધ પરિણામ કાલા વિના કેમ બની શકે? આંબા વગેરે વૃક્ષે અન્ય સામગ્રી ઉપસ્થિત હોવા છતાં અન્ય ઋતુઓમાં કેરી વગેરે ફલ વગરના હોય છે તે કાલનું અસ્તિત્વ પુરવાર કરે છે. અતીત, વર્તમાન, ભવિષ્ય એ બાબતે કાલની જ બાબત છે. વહેલું-મોડું, એકસાથે, આજ, આવતી કાલ, ગઈ કાલ, કદાચિત, માસ, વર્ષે, પિર, પરાર, યુગ, આ બધું કાલના અસ્તિત્વને પ્રકટ કરે છે. આગમ પણ અસ્તિકાયરૂપ પાંચ દ્રવ્ય ઉપરાંત છઠું કાલ દ્રવ્ય જણાવે છે–
"कइ णं भते ! दम्वा पन्नत्ता? गोयमा! छ दव्वा पन्नता! तं जहां-घम्मस्थिकाए, अधम्मस्थिकाए, आगासत्थिकाए, पुग्गलस्थिकाए, जीवस्थिकाए, अद्धासमये य ! "
આ પાઠમાં કાલને માટે છેલ્લે “અદુધાસમય” એ શબ્દ પ્રયોગ કર્યો છે. પરંતુ એમ નહિ હોય કે એ શબ્દ-પ્રાગ તાત્વિક કાળને નિદેશ ન હોય; પણ સમય, આવલિકા, મુહૂર્ત, અહેરાત્ર વગેરરૂપ વ્યાવહારિક કાળને સૂચક હોય? કેમ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org