________________
તૃતીય ખંડ
: ૨૬૭ : આવે છે, તેમ છતા જીવ દ્રવ્યોમાં પર્યાય-પરિણમનને સ્વભાવ હોવા છતાં તે માટે નિમિત્તકારણરૂપે પૃથક્ કાલ દ્રવ્ય માનવું જોઈએ.
આ પક્ષના અભિપ્રાય મુજબ, કાલ પોતાનું કાર્ય તિળું ચકની ગતિની મદદથી કરે છે, અને જ્યોતિષચક્રનું ગતિક્ષેત્ર મનુષ્યક્ષેત્ર છે, માટે તે ક્ષેત્રમાં કાલ વર્તમાન છે, તેની બહાર નહિ.
તિબૂકરડક ગ્રન્થની છઠ્ઠી ગાથા છે– " लोगाणभावजणि यं जोइसचक्क भणति अरिहंता। __ सव्वे कालविसेसा जस्स गइविसेसनिष्फन्ना ।। "
અર્થાત્ –ચન્દ્રમાસ, સૂર્યમાસ, નક્ષત્રમાસ વગેરે સમગ્ર કાલવિશેષે ચન્દ્ર-સૂર્ય—નક્ષત્રાદિરૂપ જતિષચક્રના ગતિ વિશેષથી બનેલા છે.
વિશેષાવશ્યક ભાષ્ય ૨ ૦૨૭-૨૦૩૨-૨૦૩૩-૨૦૩૫ ગાથાઓમાં જણાવે છે કે –
પદાર્થોનું નવીનતા-પુરાણુતા આદિ તે તે રૂપે વર્તવુંહમેશાં હોવું તે વર્તાના પરિણામ, એક સ્થાનથી અન્ય સ્થાનની પ્રાપ્તિ તે ક્રિયા અને જ્યેષ્ઠતા-કનિષ્ઠતારૂપ [મેટા-નાનાપણુરૂપ ] પવ–અપરત્વ એ કાલકૃત હાઈ કાલનાં લિંગ છે. દ્રવ્યના વર્તાનાદિરૂપ પર્યાય તે જ કાલ છે. અને દ્રવ્ય તથા પર્યાના પારસ્પરિક અભેદની અપેક્ષાએ દ્રવ્યને જ કાલ કહેવામાં આવે છે. કેમકે આગમમાં જીવ-અજીવ દ્રવ્યોને જ સમય, આવલિકા, મહર્ત વગેરે કહેવામાં આવે છે. તે ( સમય વગેરે) તેમનાથી (દ્રવ્યેથી ) વિભિન્ન નથી.
સૂર્ય-ચન્દ્ર-ગ્રહ-નક્ષત્ર-તારાની ગતિ-ક્રિયાથી સમય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org