________________
જૈન દર્શન મતલબ કે જીવાજીવ દ્રના પર્યાને કાલ કહેવાય, તેમ જીવાજીવ દ્રવ્યોને પણ કાલ કહી શકાય.
સમય, આવલિકા, મુહૂર્ત, દિનરાત વગેરે જે વ્યવહાર અને નવીનતા-પુરાણુતા, જયેષ્ઠતા-કનિષ્ઠતા વગેરે જે અવસ્થાઓ કાલ સાધ્ય બતાવવામાં આવે છે તે સર્વ, દ્રવ્યના પર્યાયે જ છે, જીવ–અજીવ દ્રવ્યને જે પર્યાય અવિભાજ્ય છે, અર્થાત્ બુદ્ધિથી પણ જેને વિભાગ પડી શકે નહિ તે અતિમ પરમ-સૂક્ષમ પર્યાયને “સમય” કહે છે. એવા અસંખ્ય સમયેની એક આવલિકા, અનેક આવલિકાઓનું એક મુહૂર્ત અને ત્રીશ મુહૂર્તોનું એક અહોરાત્ર બને છે અને અહેરાત્રોને મહીને તથા મહીનાએનું વર્ષ વગેરે બને છે. બે ચીજોમાં જે આગળની હોય તે જૂની અને પછીની હોય તે નવી કહેવાય છે. બે પ્રાણુઓમનુષ્યમાં જે પહેલાં જન્મ્યા હોય તે જ્યેષ્ઠ અને પછીથી જમેલ કનિષ્ઠ કહેવાય છે. આમ સમય, આવલિકા, મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ, વર્ષ વગેરે સમગ્ર વ્યવહાર અને જૂનુંનવું તથા મેનાનું વગેરે સમગ્ર અવસ્થાએ વસ્તુના [ સચેતન–અચેતન દ્રવ્યના] પર્યાયે જ છે. પર્યાય એ દ્રવ્યની ક્રિયા છે, દ્રવ્ય તિપિતાના પર્યાયમાં–સૂક્ષ્મ યા સ્થૂલ પરિણામમાં પરિણત થયા જ કરે છે. આમ દ્રવ્યની પર્યાયપર પર જ કાલ છે. માટે કાલને અલગ દ્રવ્ય માનવાની જરૂર આ પક્ષ જેતે નથી.
બીજો પક્ષ કાલને વતન્ત્ર પૃથક્] દ્રવ્ય માને છે. તેને અભિપ્રાય એ છે કે જેમ જીવ-પગલેમાં ગતિ સ્થિતિ કરવાને સ્વભાવ હોવા છતાં તે કાર્ય માટે નિમિત્તકારણરૂપે ધમસ્તિકાય અને અધર્માસ્તિકાય નામના પૃથક દ્રવ્ય માનવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org