________________
* ૨૬૪ :
જૈન દર્શન
(૧૮) કાલ
જૈન દર્શનમાં સ્વીકૃત ષડૂ દ્રવ્યમાં એક દ્રવ્ય કાલ છે. એનાં કાર્ય જણાવતું તત્વાર્થસૂત્રનું સૂત્ર છે— " वर्तना परिणामः क्रिया परवापरत्वे च कालस्य ।"
[ -૨૨] અર્થાત વર્તન, પરિણામ, ક્રિયા અને પરવાપરત્વ એ કાલનાં કાર્ય છે. મતલબ એ છે કે દ્રવ્યના પિતપોતાના પર્યાયમાં સ્વભાવતઃ પ્રતિસમય પરિણમતાં રહેવામાં એ રીતે દ્રવ્યના વર્તવામાં, દ્રવ્યના નવીનતા-પુરાણુતા વગેરે પરિણામ થતા રહેવામાં, વર્તમાન-ભૂત-ભવિષ્યરૂપ ક્રિયા અથવા હલનચલનરૂપ ચેષ્ટામાં અને નાના-મોટારૂપ પરત્વ-અપરત્વની બાબતમાં કાલ નિમિત્તભૂત (સહાયભૂત) છે.
દાખલા તરીકે, ચેખા અગ્નિ પર ચડતાં ભાત બને છે તે કંઈ એકદમ જ બની જતા નથી, પણ ચેખામાં પ્રતિસમય (ક્ષણે ક્ષણે) પરિણમન (પરિવર્તન) થતાં થતાં અન્તમાં ભાત તૈયાર થવા રૂપ અન્તિમ સ્થૂલ પરિણમન બને છે. ક્ષણે ક્ષણે સુમ પરિણમન ન થાય તે સ્થૂલ પરિણમન બની શકે નહિ. અતઃ ચેખામાં પ્રતિસમય જે પરિવર્તન થતું રહ્યું તે કાલ દ્રવ્યના સહકારથી થયું, આમ બધા પદાર્થોનાં પરિણમનમાં કાલ નિમિત્તભૂત છે.
આ વર્તન વગેરે કાર્ય યથાસંભવ દ્રવ્યનું પોતાનું જ છે, પણ એમાં કાલ નિમિત્તભૂત કારણ છે.
પરન્ત કાલદ્રવ્યના સંબંધમાં પ્રાચીન જૈનાચાર્યોમાં પરસ્પર મતભેદ છે. એક પક્ષ કાલને સ્વતન્ન (પૃથક) દ્રવ્ય સ્વીકારતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org