________________
તૃતીય ખંડ
: ૨૬૧ : વિષેનો વિચાર કરતાં, તેનું ચિત્તન-મનન કરતાં વીતરાગતા આપણાથી સાધ્ય થઈ શકે છે એમ આપણને જણાય છે અને તે વિશ્વાસ આપણને પેદા થાય છે. રાગીની સેબતે જેમ રાગી થવાય છે, તેમ વીતરાગની સેબતે (એટલે કે તેના ચિન્તન-મનન-પ્રણિધાન-ધ્યાને) વીતરાગ થઈ શકાય છે જેમ “વિના અમારી ગાતા ગાયત્તી અમર કથા” એટલે કે જેને ભમરીએ ડંખ માર્યો છે એવી ઈયળ ભમરીનું ધ્યાન ધરતાંધરતાં પિતે જ ભમરી બની જાય છે તેમ સદેવના સ્વરૂપને આપણું કલ્પનામાં પણ પરિચય થતાં આપણું સ્વરૂપ પણ સત્તાએ તેવું જ છે એવું આપણને ભાન જાગ્રત થાય છે. જેવી રીતે ઘેટાના ટોળામાં ઊછરેલા સિંહના બચ્ચાને ખરા સિંહનું સ્વરૂપ જોતાં અને તેની ત્રાડ સાંભળતાં તેના ખરા સ્વરૂપ વિષે ભાન થાય છે તેમ.
સદ્દગુરુ પિતાને શાસ્ત્રાભ્યાસ તથા અનુભવના પરિણામે પ્રાપ્ત જ્ઞાનના આધારે આપણને આપણું ધ્યેયની ઓળખાણ કરાવે છે અને તે થેયે પહોંચવાને માર્ગ આપણી ગ્યતાને અનુસરીને બતાવે છે, કે જેથી આપણે જ્યાં હોઈએ ત્યાંથી ક્રમશઃ આગળ પ્રગતિ કરી શકીએ. જે દંભી, આડંબરી, યશેલેલુ, જ્ઞાનદરિદ્ર, અવિવેકી હોય તે તે ગુરુ [ સદ્દગુરુ] કહેવાય જ નહિ એ ઉઘાડું જ છે ધીર-ગંભીર, શાન્ત, સમભાવી, સમદર્શી અને તત્ત્વજ્ઞ, ઉદારતરવવિવેચક તથા લેકકલ્યાણની વિશાળ ભાવનાવાળા એવા સદાચારની મૂતિસમા પવિત્ર સન્ત જ ગુરુ (સદ્ગુરુ) છે, જે “દવા તરતારથિતું ક્ષમ: રા” છે. એવા ગુરુ આપણને અયોગ્ય રીતે ઠેકડા મારવાનું, કૂદકા ભરવાનું કહેશે નહિ, પણ ઉચિત તથા યોગ્ય રીતે પ્રગતિના પુણ્ય પંથે ચડવા પ્રેરશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org