________________
: ૨૬૦ ?
જેના દર્શન સમ્પન્ન એવા સાધકની સંયમસાધના જેમ જેમ ખીલતી જાય છે, તેમ તેમ તેને આત્મા ઊંચે ચડતે જાય છે.
મ ટીમાં ઘટ જેમ શક્તિરૂપે વર્તમાન છે, તેમ દરેક આત્મામાં પરમામાં શક્તિરૂપે વર્તમાન છે. દરેક આત્મા પોતાના મૂળ સ્વરૂપમાં (સત્તાએ) પરમાત્મા છે. માટીને સાધનપ્રયોગ દ્વારા ઘડામાં ફેરવવામાં આવે છે, તેમ સાધક પોતાના આત્માને સંયમયેગના સાધન દ્વારા પરમાત્મામાં ફેરવે છે. પરમાત્મભાવને પ્રાપ્ત કરવા માટે કમિક પ્રયત્નની–ઉત્તરોત્તર વિકાસગામી પ્રયત્નોની પરંપરા ચાલે છે અને તદનુસાર ઉત્તરોત્તર વિકાસ સધાતે જાય છે. આ વિકાસક્રમની ધારાનું નામ જ ગુણસ્થાન કમાહ છે, જે અગાઉ ગુણસ્થાનના વિવરણમાં આપણે જોઈ આવ્યા છીએ. ટૂંકમાં મિથ્યાદષ્ટિ નિરસ્ત થતાં સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થવી એ પહેલે બુનિયાદી વિકાસ છે, એ પછી દેશવિરતિ (મર્યાદિત સંયમી જીવન), સર્વવિરતિ (વ્યાપક સંયમી જીવન), અપ્રમત્ત મહાત્મજીવન અને પછી ઉચ્ચ શ્રેણીનું યેગી જીવન એ પ્રમાણે પ્રગતિક્રમના પથ પર સાધક જેમ જેમ ક્રમશઃ આગળ વધે છે, તેમ તેમ તેને ઉત્તરોત્તર અધિકાધિક વિકાસ સધાતે જાય છે, અને છેવટે એ બધા વિકાસનું પૂર્ણરૂપ પરમાત્મભાવના પ્રાદુર્ભાવમાં આવે છે. એ સઘળા અવાર વિકાસ પૂર્ણ તારૂપ પૂર્ણ સિદ્ધિમાં પૂર્ણ થાય છે, માટે અસાધારણ કારણ ગણાય.
દરેક કાર્યસિદ્ધિમાં નિમિત્ત કારણને યોગ અવશ્ય અપેક્ષિત હોય છે. પ્રસ્તુત બાબતમાં નિમિત્તકારણભૂત સદુદેવ, સદગુરુ અને બાહ્ય ક્રિયાનાં અવલંબનની આવશ્યકતા છે.
પૂર્ણ પરમાત્મપદ જેણે પ્રાપ્ત કર્યું છે તે વીતરાગદેવ સંદુદેવ છે. એ આદર્શ અનુકરણીય વ્યક્તિ છે. તેની વીતસંગતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org