________________
: ૨૫૮ :
જૈન દર્શન બને છે ઘડો થવા પૂર્વેની આ બધી ભિન્ન-ભિન્ન સ્થિતિઓમાં આગલી પાછલીનું કારણ (ઉપાદાન) છે, અને પાછલી આગલીનું કાર્ય છે. આ કાર્યકારણપરંપરાની સાંકળ ઉપરથી, વિકાસ કમિક હોય છે એમ સમજી શકાય છે. ઘટરૂપ કાર્ય તરફ વહેતી અનેક સ્થિતિઓમાંથી પસાર થઈ છેવટે ઘડે બને છે, અનેક સ્થિતિઓમાંથી પસાર થઈ ફૂલ અને ફલ તૈયાર થાય છે, તેમ જીવનવિકાસ પણ વિકાસગામી અનેકાનેક રિથતિઓ માંથી પસાર થઈને સધાય છે. ઘડો થવા પૂર્વે માટીના પિંડામાંથી ઉત્તરોત્તર જે પરિણામે નીપજતાં જાય છે, તેમાં ઉત્તરોત્તર ઘડાનું સ્વરૂપ અધિકાધિક ખીલતું જતું હોય છે, અને છેલ્લા પરિણામમાં ઘડો થવા માટેની ન્યૂનતમ રહેલી ઊણપ જ્યારે પૂરાઈ જાય છે ત્યારે ફડાક દઈને ઘડે પ્રાકટ્યને પામે છે. આમ ઘડો થવા પૂર્વે કમશઃ થતા ભિન્ન-ભિન્ન આકાર-પરિણામોની હારમાળા ઘડે થવા માટે-ઘડા થવા પૂવે અત્યંત જરૂરી છે, જે કાર્યની સિદ્ધિમાં અસાધારણ વેગ પરાવતી હોવાથી અસાધારણ કારણ તરીકે નિદેશવામાં આવે છે. આ અસાધારણ કારણને નિર્દેશ કાર્ય સિદ્ધિની કામક ગતિને ખ્યાલ આપે છે.
કાર્યસિદ્ધિની પૂર્વે ઉત્તરોત્તર વિકાસ પામતી જતી ભિન્નભિન્ન પરિણામધારા એ ઉપાદાનની જ પરિણામધારા છે. ઉપદાનની પરિણામધારાનું છેવટનું પકવ ફળ તે કાર્ય માટીના પિંડને પરિણામધારાનું છેવટનું પકવ ફળ તે ઘડે.
આ ઉપરથી જણાય છે કે કાર્યસિદ્ધિ માટે કાર્ય અને તેના ઉપાયનું સમ્યગજ્ઞાન જોઈએ, તેમજ તે ઉપાયને પ્રાગ યથાર્થર્ષ કરતાં આવડે જઈએ.
હવે આધ્યાત્મિક જીવનવિકાસ સંબંધે વિચારીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org