________________
: ૨૫૬ :
જૈન દર્શન જાય છે), માટે માટી ઘડાનું ઉપાદાન કારણ. તન્ત પટમાં ઊતરી જાય છે (પટરૂપે પરિણમી જાય છે), માટે તખ્ત પટનું ઉપાદાન કારણ. સુવર્ણ કટક, કુંડલ કંકણ વગેરેમાં ઊતરી જય છે (કટકાદરૂપે પરિણમી જાય છે), માટે સુવર્ણ કટકાદિનું ઉપાદાન કારણ. અને આમ ઉપાદાનને કાર્યમાં પરિણુમાવવામાં જે વ્યાપકરૂપે આવશ્યક સાધન (ઉપકરણ) હોય તે “નિમિત્ત કારણ” કહેવાય છે, જે કાર્યની સાધનામાં સીધા સક્રિય સંયેગથી વળગેલ હોય છે. આ પ્રકારની નિમિત્ત કારણની વિશિષ્ટતા છે. ઘટને માટેનાં દંડાદિ નિમિત્તકારણ એવાં હોય છે.
આ પ્રમાણે કુંભની નિષ્પત્તિમાં કુંભાર કર્યા છે, માટી ઉપાદાન કારણ છે અને દંડ વગેરે નિમિત્ત કારણ છે. કોઈ પણ કાર્યની નિષ્પત્તિમાં આ ત્રણ (ત્રિપુટી) મુખ્ય અને પ્રધાનપણે આવશ્યક છે.
કાર્યસાધનની ક્રિયા દરમ્યાન સાધનસહ બેસવા-કરવા માટે અનુકૂલ પડતા ખુલ્લા આકાશ (અવકાશ)વાળી જમીન અપેક્ષિત હોઈ એ (જમીન, આકાશ) અપેક્ષાકારણ ગણાય. આકાશ કયાંય લેવા જવું પડે છે ? નહિ જ. તે સર્વત્ર વિદ્યમાન છે. એ ન હોય તે કેઈ કાર્ય બની શકે કે નહિ એ વાત ખરી, પણ એ ન હેય એ વાત જ અસંભવિત છે. અતઃ સાક્ષિભાવની અપેક્ષાએ એને અપેક્ષાકારણ તરીકે માનવામાં આવે છે. આકાશની જેમ જમીન કંઈ બધે નથી અને આકાશ કરતાં તે વધુ સગવડરૂપ પણ છે, એમ છતાંય એની સુલભતા અને કાર્ય સાધવાને અંગેની ઉપયોગીતાની માત્રાની અપેક્ષાએ એ પણ અપેક્ષાકારણ જ ગણાય. સર્વ કાર્યોમાં કોઈ પણ પ્રકારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org