________________
તૃતીય ખંડ
: ૨૫૫ ઃ શેખેળ થતાં સન્તોષકારક ખુલાસા ઘણા થવા સંભવ છે એમ જણાય છે. પરંતુ એ સમજવું જરૂરનું છે કે વહેમનું કે વિશ્વમનું વાતાવરણ જ્યાં સુધી પ્રવર્તમાન રહેશે ત્યાં સુધી આગળ પ્રગતિ થવી મુશ્કેલ છે. કેઈ બનાવનું કારણ આપણી બુદ્ધિ બહારનું છે એમ સમજી બેસી રહેવું એ ઉત્તમ છે, પણ તે બનાવને ગમે તેની સાથે કેવળ કલ્પના કરી જોડી દેવાય એ ખેટું છે અને એમાંથી જ વહેમની પરંપરા જન્મે છે.
કુંભાર જાણે છે કે ઘડો માટીની ખાણમાંની ચીકણી માટીને બની શકે છે, તેટલા માટે તેવી માટી લાવી તેને સાફ કરી તેમાં પાણી રેડી ગુંદળીને તેને મુલાયમ પિંડે બનાવે છે. આ માટીને પિંડે જ ક્રિયાના અને ઘડે બને છે. તેથી માટીને ઘડાનું ઉપાદાન કારણ કહેવામાં આવે છે. માટી-ઘડાને માટે જેમ “ઉપાદાને કારણે એ નામથી વ્યવહત થાય છે, તેમ “પરિણામિકારણ”એ નામથી પણ વ્યવહત કરાય છે. કેમકે મારી પોતે જ ઘટરૂપે પરિણમે છે. અવગ્રહ ઈહારૂપે, ઈહા અવાયરૂપે, અવાય ધારણારૂપે અને ધારણા (સંસ્કાર)
સ્મૃતિરૂપે પરિણમે છે, માટે પૂર્વ-પૂર્વ ઉત્તર-ઉત્તરનું પરિણામિકારણ છે.
હવે કુંભારને ઘડે બનાવવા માટેની ક્રિયામાં સાધને પણ જોઈએ, એટલે તે ચક્ર, દંડ પણ મેળવી લે છે. કેમકે એ જાણે છે કે દંડથી ચકને ફેરવી તેની મદદથી ક્રિયા કરવામાં આવશે તે કાર્ય ઘણું સરળતાથી થશે. એથી તેને ઉપગ કરે છે. આમ કાર્યની સાધનામાં ઉપયોગીરૂપ થનારાં બાહ્ય સાધને નિમિત્તકારણ કહેવાય છે–જેમ દંડ વગેરે.
છે. જેમાં આખેઆખું ઊતરી જાય છે તેનું ઉપાદાન કારણ કહેવાય. માટી ઘડામાં ઊતરી જાય છે (ઘડારૂપે પરિણમી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org