________________
: ૨૫૨ :
જૈન દર્શન લેશ્યા અર્થાત માનસિક અધ્યવસાયને સમજાવવા શાસ્ત્રમાં આપેલું એક દષ્ટાન્ત આ પ્રમાણે છે.
છ મિત્રે જાંબુ ખાવા જાંબૂના વૃક્ષ પાસે ગયા. તેમાંના એક જણે કહ્યું : “અરે યાર ! મૂળ સાથે જ વૃક્ષને તેડી પાડે, પછી નિરાંતે જાંબુ ખાવાની મજા પડશે.” [ આ અધ્યવસાય કૃષ્ણલેશ્યા.] બીજાએ કહ્યું : “ના ભાઈ, વૃક્ષને શું કામ કાપવું? મેટી મેટી ડાળે જ કાપી નાખેને !” [ આ અધ્યવસાય નીલેશ્યા.] ત્રીજે બેઃ “મોટી ડાળે શું કાપવી? જાંબૂ તે આ નાની ડાળ ઉપર છે, તે જ કાપને! ” [ આ અધ્ય. વસાય કાપતલેશ્યા. ] ચેાથે કહે : “તમારી આ રીત ખેતી છે, માત્ર ફળના ગુચછાઓને તેડી લે ! એટલે આપણું કામ બની જશે.” [ આ અધ્યવસાય તેજલેશ્યા. ] પાંચમાએ કહ્યું : “તમે બેટી વાત કરે છે, આપણે જાંબુ ખાવાં છે, તે જાંબૂ જ ઝાડ પરથી તેડી લે!” [ આ અધ્યવસાય પદ્મવેશ્યા. ] ત્યારે છઠ્ઠો મિત્ર બે “ભાઈઓ ! આ બધી લપ મૂકને, આ જમીન પર પાકાં જાંબૂ પડ્યાં છે એ જ ઉડાવોને !” [ આ અધ્યવસાય શુફલલેશ્યા. ]
કાર્ય તે એક જ છે જાબૂ ખાવાનું, પણ તેની રીતિ-નીતિ અંગેની ભાવનાઓમાં જે ભિન્નતા છે, અથવા જે ભિન્નભિન્ન અધ્યવસાય છે એ જ ભિન્નભિન્ન લેશ્યા.
દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યા એમ વેશ્યાના બે ભેદ છે. કલેશ્યા, ઉપર જણાવ્યું તેમ, પુદ્ગલવિશેષરૂપ છે. ભાવલેશ્યા, આત્માને પરિણામવિશેષ છે, જે સંકલેશ અને યેગને અનુસરનાર છે. સંકલેશના તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ, મન્દ, મન્દતર, મન્દતમ આદિ અનેક ભેદ હોવાથી વસ્તુતઃ ભાવલેશ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org