________________
તૃતીય ખંડ
: ૨૪૭ : (૧૬) લેશ્યા
જૈનશાસ્ત્રનિરૂપિત “લેશ્યા” વિષય જોઈએ.
બન્ધ–મોક્ષનો આધાર મુખ્યત્વે મનના ભાવ ઉપર રહેતે હોવાથી અમુક ક્રિયા-પ્રવૃત્તિ અંગે મનના ભાવ-મનના અધ્યવસાય કેવા પ્રકારના વતે છે તે પ્રત્યે લક્ષ આપવાની જરૂર છે.
મનના અધ્યવસાય એક સરખા નથી હોતા, નથી રહેતા, બદલાયા કરે છે. ક્યારેક કાળા-કલુષિત બને છે, ક્યારેક કાબરચીતરા બને છે, ક્યારેક સેળભેળ જેવા, કયારેક સારા, ક્યારેક વધુ સારા અને ક્યારેક ઉચ્ચ શ્રેણીના ઉજજવલ બને છે. આ આપણા અનુભવની વાત છે. આ મનના પરિણામ અથવા કહો કે મનના ભાવ એને “લેશ્યા” કહેવામાં આવે છે. સ્ફટિક રત્નની પાસે જે રંગની ચીજ રાખવામાં આવે, ફટિક રત્ન તેવા રંગવાળું જોવામાં આવે છે, તે પ્રમાણે ભિન્નભિન્ન પ્રકારના સંગથી મનના પરિણામ (અધ્યવસાય) બદલાયા કરે છે. માણસને ક્રોધ આવે છે ત્યારે એના મને ગત ક્રોધની અસર એના ચહેરા ઉપર કેવી દેખા દે છે! તે વખતે એને ચહેરો ક્રોધથી લાલચેળ અને વિકૃત બની જાય છે. ક્રોધના અણુસંઘાતનું જે માનસિક આર્જેલન તેને આ દેખાવ છે, જે ચહેરા ઉપર ફરી વળે છે. ભિન્નભિન્ન અણુસંઘાતના ગે મન ઉપર જુદી જુદી અસર કે મનના જુદા જુદા પરિણામ થાય છે તે “લેશ્યા” છે. આવા અણુસંઘાત કે પુદ્ગલ-દ્રવ્યનું વર્ગીકરણ છ જાતનું બતાવવામાં આવ્યું છે, જેમકે કૃષ્ણવર્ણનાં, નીલવર્ણનાં, કાપત (વંગણુના ફૂલ જેવા) વર્ણનાં, પીતવર્ણનાં (ઊગતા સૂર્યના વર્ણનાં), પદ્મવર્ણ (સુવર્ણવર્ણ)નાં અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org