________________
: ૨૪૬ ઃ
જૈન દર્શન જીવનનાં મૂળભૂત ઉચ્ચ ત મેહનીય કર્મના પરાભવ થવા ઉપર આધાર રાખે છે, અર્થાત્ મેહનીય કર્મને દૃષ્ટિનેદર્શનને આવરનારો જે પહેલે “દર્શનમહ” નામને વિભાગ છે તે જેટલા પ્રમાણમાં વીંખાય છે તેના પ્રમાણમાં દષ્ટિ ખુલે છે અને જ્યારે એ વિભાગ પૂર્ણ પણે તૂટે છે ત્યારે દષ્ટિ પૂર્ણપણે પ્રગટે છે. દષ્ટિ ખુલ્યા કે પ્રગટ્યા પછી ચારિત્રના અવરોધોને હટાવવાનું અતિ કઠિન અને પ્રખર પ્રયત્નસાધ્ય કામ બાકી રહે છે. પણ દષ્ટિ ખુલ્યા પછી એ કામ વહેલું–મહું જરૂર સધાઈ જાય છે. મેહનીય કર્મને ચારિત્રને આવરનારો બીજો “ચારિત્ર મેહ” નામને વિભાગ જેટલા પ્રમાણમાં વીંખાય છે તેના પ્રમાણમાં ચારિત્ર પ્રગટે છે, અને જ્યારે એ વિભાગ પૂર્ણપણે નષ્ટ થાય છે ત્યારે પૂર્ણ પણે ચારિત્ર પ્રગટે છે. આમ દર્શન મેહ તૂટ્યા પછી ચારિત્રમેહ તૂટતાં આખું મોહનીય કર્મ ખતમ થઈ જાય છે અને એ ખતમ થતાં તરત જ એના સહયેગિભૂત બીજા સઘળાં “ઘાતી” (આત્મગુણેને ઘાત કરનારા) કર્મો નષ્ટ થઈ જાય છે અને આત્મા મુક્ત બને છે–શારીરિક જીવન વર્તમાન હોય તે જીવનમુક્ત, અને પછી વિદેહમુક્ત.
ટૂંકમાં આત્મા સંબંધી ખરી સમજણ પ્રગટે છે ત્યારે દર્શનમેહ”નું આવરણ ખસે છે અને “સમ્યક્ત્વ” અર્થાત્ સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થાય છે. સમ્યફદષ્ટિ પ્રાપ્ત થતાં જ્ઞાન સમ્યફજ્ઞાન બને છે અને આગળ વધતાં જ્યારે વર્તનમાંથી અસંયમ, આસક્તિ અને કષાયને નાશ થાય છે ત્યારે એ ચારિત્રહને નાશ લેઈ એના ફલરૂપ સમ્યફ ચારિત્ર પ્રગટે છે. આ પ્રમાણે સમ્યગ્દષ્ટિ, સમ્યકજ્ઞાન અને તદનુરૂપ સમ્યક્રચારિત્ર એ ત્રણ વડે મુક્તિ પમાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org