________________
તૃતીય ખંડ
: ૨૪૫ ચડ્યો હતે તેમ નીચે પડે છે. નીચે પડતે કેઈ ભૂમિ પર પિતાને સંભાળી લે અને અદમ્ય આત્મવીર્ય ફેરવી પૂર્ણ ઉત્ક્રાન્તિને ક્ષપકશ્રેણીને માર્ગ ગ્રહણ કરે છે તે જ ભાવમાં તે કેવલી બની શકે છે. અન્યથા જે પ્રમાદવૃત્તિ એની વધતી જ જાય તે એ સમ્યકત્વને પણ મને પહેલી મિથ્યાત્વભૂમિએ જઈ પડે છે.
આઠ કર્મો પૈકી ચાર ઘાતી કર્મોની ટુકડી સાથે નષ્ટ થાય છે અને ચાર અઘાતી કર્મોની ટુકડી સાથે નષ્ટ થાય છે. આઠે કર્મોનો ક્ષયનાં ફળ આ પ્રમાણે છે–
જ્ઞાનાવરણના ક્ષયનું ફળ અનન્ત જ્ઞાન, દર્શનાવરણના ક્ષયનું ફળ અનન્ત દર્શન, વેદનીયના ક્ષયનું ફળ અનન્ત સુખ, મેહનીયના બે ભેદે પૈકી દર્શન મેહના ક્ષયનું ફળ પરિપૂર્ણ સમ્યકત્વ તથા ચારિત્રમેહના ક્ષયનું ફળ પરિપૂર્ણ ચરિત્ર, આયુષ્યકર્મનો ક્ષયનું ફળ અક્ષય સ્થિતિ, નામ તથા શેત્ર એ બને કર્મોનો ક્ષયનું સંયુક્ત ફળ અમૂર્ત અનન્ત આત્માએ ની એકત્ર અવગાહના અને અન્તરાયના ક્ષયનું ફળ અનન્તવીર્ય એમ અષ્ટકર્મક્ષયજન્ય ફલની કૃતિ છે.
આ સમગ્ર વિવેચનને સારાંશ ઉપર આવતાં, સાચા સમજણ અને સાચું આચરણ એ બે જ ઉપર કલ્યાણસિદ્ધિને દારમદાર છે. એ બે ભૂમિકાઓમાં પહેલીને સમ્યકત્વ યા સમ્યગદષ્ટિ અને બીજીને ચારિત્ર (સમ્યકુચારિત્ર) કહેવામાં આવે છે આમાં પહેલી વસ્તુ મેહનીય કર્મને જે વિભાગ વીંખાવાથી પ્રગટે છે તે દર્શન મેહ” છે, અને મેહનીય કર્મને જે વિભાગ વીંખાવાથી બીજી વસ્તુ પ્રગટે છે તે “ચારિત્રમેહ” છે. આમ સાચી [ કલ્યાણભૂત ] સમજ અને સાચું આચરણ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org