________________
: ૨૪૪ :
જૈન દર્શન ઉપશમ અને ક્ષયના પ્રભાવમાં અન્તર હોવાથી તે બંને સમ્યક વચ્ચે તત્ત્વદર્શનના આલેકમાં તેટલા પૂરતો ફરક હશે જ.
ક્ષાપશમિક સમ્યકત્વમાં વર્તમાન આત્મા મિથ્યાત્વમેહનીય અને મિશ્રમેહનીય એ બે પુજેને ક્ષય કરી જ્યારે સમ્યકત્વ મેહનીયરૂપ શુદ્ધ પુજનાં અન્તિમ પુદ્ગલોને વેદતે હોય છે ત્યારે તે અવસ્થા લાપશમિક સમ્યક્ત્વની છેલ્લી ખતમ થવાની અવસ્થા છે, જેને “વેદક’ એવું નામ પણ અપાયેલું છે. એ અન્તિમપુદ્ગલવેદન સમાપ્ત થતાં પુંજત્રયને પૂરે નાશ થવાથી
ક્ષાયિક” સમ્યક્ત્વ પ્રગટે છે. “ક્ષાયિક” સમ્યક્ત્વનું પ્રકટીભવન એ એ પ્રકારની ક્ષપકશ્રેણું ગણાય, એ જ પ્રમાણે સમગ્રદર્શનમેહ (સપ્તક)નું ઉપશમન, જે વડે “ઔપથમિક સમ્યકત્વ પ્રકટ થાય છે તે તે પ્રકારની ઉપશમશ્રેણું ગણાય. ચારિત્રમેહની ઉપશમનક્રિયાની ધારારૂપ ઉપશમણી અથવા ચારિત્રમેહની ક્ષપણુક્રિયાની ધારારૂપ ક્ષપકશ્રણ માટે પૂરી તૈયારી આઠમા ગુણસ્થાનમાં કરીને નવમાં ગુણસ્થાનમાં આત્મા તે મેહની ઉપશમનક્રિયા યા ક્ષપણ ક્રિયા કરવા માંડે છે, જેમાં ચારિત્ર. મેહરૂપ ક્રોધાદિ કષાયે અને એમના સહચારી તથા એમના પિષક હાસ્યાદિ કષાયનું ઉપશમન યા ક્ષપણ શરૂ થાય છે. નવમા અને દશમા ગુણસ્થાનમાં ઉપશામક ઉપશમનનું અને ક્ષપક ક્ષપણનું કામ કરે છે. એ કામ પૂરું થવા પર આવતાં દશમા ગુણસ્થાનથી એ બંને સાધકના રસ્તા જુદા પડે છે. ઉપશામક જે તરફ વળે છે, જ્યાં પહોંચે છે તે “ઉપશાત મેહ ગુણસ્થાનક (૧૧મું) અને ક્ષેપક જે તરફ વળે છે, જ્યાં પહોંચે છે તે “ક્ષીણ ગુણસ્થાન (૧૨મું). “ક્ષીણમેહ આત્મા પૂર્ણ કૃતાર્થ થઈ પૂર્ણ આત્મા બને છે, પણ “ઉપશાત્મેહ” આત્માને મેહ ઉપશાન્ત જ થવાથી, ક્ષીણ ન થવાથી, પાછે બહુ જ થોડા સમયમાં ઉદયમાં આવે છે, અને એ આત્મા જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org