________________
[૧૭]
જૈન સાહિત્ય અંધારામાં પડયું રહેવાથી અને પ્રકાશમાં આવતા યા આવેલ ગ્રંથને બરાબર પ્રચાર નહિ થવાથી મેટા મોટા વિદ્વાને પણ જૈનધર્મનાં તત્ત્વોથી અપરિચિત યા છેડા પરિચિત રહેલા જોવાય છે. આ સિવાય એમ પણ જોવામાં આવે છે કે પિતાના અનુચિત પક્ષમેહમાં ફસાયેલા કેટલાકે સંકુચિત દૃષ્ટિના પરિણામે, બીજાના કહેવાતા તત્ત્વગ્રંથ અવલેવાની ઉદાર વૃત્તિ ન ધરાવતા હોઈ જૈન ગ્રંથના તત્વબેધક વાચનથી વચિત રહી જાય છે.
પરંતુ હું કહી શકું છું કે ભારતીય દર્શનેને (અને સાહિત્યને) અભ્યાસ જૈન દર્શનના (અને જૈન સાહિત્યના) અભ્યાસ વગર ઘણે અધૂરે છે, અને તટસ્થ ભાવે એ પણ જણાવી શકું છું કે જૈન ધર્મના તાત્વિક ગ્રથનું અધ્યયન જ્ઞાનવર્ધક થવા સાથે આત્મશાન્તિને માર્ગ શોધવામાં પણ ઉપયેગી થઈ પડે તેમ છે.
તત્વજ્ઞાનના ક્ષેત્ર પર કેઇની માલિકીની છાપ નથી; એને કેઈએ ઈજારો લીધે નથી. કેઈપણ ચિંતન-મનન દ્વારા કઈ પણ સમાજના કહેવાતા તત્વજ્ઞાનક્ષેત્રને પિતાનું કરી શકે છે. કુલધર્મના તત્ત્વજ્ઞાનને જ માન આપવું અને અન્ય તત્વજ્ઞાનના ક્ષેત્ર ઉપર નજર સરખી પણ ન કરવી એ ઉદારવૃત્તિ ન ગણાય જ્ઞાનવિકાસ અને સત્યની ઉપલબ્ધિને આધાર “સાચું તે મારું” એ ભાવના પર અને તે મુજબ વિશાળ સ્વાધ્યાય પર આવલંબિત છે. સત્ય સર્વત્ર અનિયંત્રિત, નિરાબાધપણે વ્યાપક છે. સત્ય કેવું? જે મેળવે તેનું. જે જે વાલ્મય સત્યપૂત હોય તે સંસારભરની સંપત્તિ છે. તેને ભેગવટો કરવાને જગતને કઈ પણ મનુષ્ય હકદાર છે.
ન્યાયવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org