________________
: ૨૩૬ :
જૈન દર્શન આ વિષયમાં પ્રથમ અસાતવેદનીય કર્મને ઉદય વિચારીએ. અસાતવેદનીય કર્મ સર્પ, વિષ, કંટક, ખરાબ અશનપાન વગેરે દ્રવ્યના આશ્રયે, ખરાબ ઘર, મકાન, જગ્યા અથવા કારાવાસ જેવા ક્ષેત્રના આશ્રયે, અશાન્તિકારક યા રેગિષ્ઠ ઋતુ જેવા કાળના આશ્રયે, ખરાબ પ્રકૃતિ, ચિન્તાd સ્વભાવ, ઘડપણ યા રેગ જેવા ભાવના આશ્રયે અને તિર્યંચ અથવા દરિદ્ર મનુષ્ય આદિ ગતિરૂપ ભવના આશ્રયે ઉદયમાં આવે છે. - હવે એ કર્મને ક્ષય જોઈએ. એ કર્મને ક્ષય સદ્ગુરુચરણાદિરૂપ દ્રવ્યના આશ્રયે, પવિત્ર તીર્થંદિરૂપ ક્ષેત્રના આશ્રયે, અનુકૂળ સમયરૂપ કાળના આશ્રયે, સમ્યગજ્ઞાનચારિત્રરૂપ ભાવના આશ્રયે અને એગ્ય માનવજન્મરૂપ ભવના આશ્રયે સધાય છે.
મિથ્યાત્વમેહનીય કર્મને ઘટાવીએ એ કર્મને ઉદય અજ્ઞાની દુર્મતિ દુર્જનરૂપ દ્રવ્યના આશ્રયે, સંસ્કારહીન ક્ષેત્રના આશ્રયે, કુવાતાવરણદૂષિત યા કુસમયરૂપ કાળના આશ્રયે, અસદુઉપદેશ અથવા દુ સંગ જેવા ભાવના આશ્રયે, અને અસંસ્કારી જન્મરૂપ ભવના આશ્રયે ઉપસ્થિત થાય છે.
એ કર્મના ક્ષય-ક્ષપશમ–ઉપશમ ઉત્તમસંગરૂપ દ્રવ્યના આશ્રયે, સંસ્કારસમ્પન્ન ક્ષેત્રને આશ્રયે, અનુકૂલસમયરૂપ કાળના આશ્રયે, સમ્યજ્ઞાન-સદાચરણરૂપ ભાવના આશ્રયે અને ગૃજન્મરૂપ ભવના આશ્રયે થાય છે.
ઉદય અને ક્ષય બધાં કમેને થાય છે. ક્ષપશમ ફક્ત ઘાતી કર્મોને જ થાય છે. ઉપશમ કેવળ મેહનીય કર્મને જ થાય છે.
છે કારણ કે ઘાતી કર્મને ક્ષપશમ થવાથી (તેના પ્રમાણમાં) ગુણે પ્રગટ થાય છે. અઘાતી કર્મ કોઈ ગુણને દબાવતાં નથી, જેથી તેને ક્ષયોપશમ હોય નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org