________________
તૃતીય ખંડ
: ૨૩૫ : છશ્વસ્થ જીવેમાં હોઈ શકે છે. જેમકે, ઔપશમિકસમ્યકત્વધારક યા ઔપશમિક સમ્યકત્વ-ચારિત્ર ઉભયના ધારકને પ્રસ્તુત ત્રિક-સંગ ઉપરાંત પશમિક ભાવ પણ હોય છે. અને જેઓ ઉપશમશ્રેણી વગરના ક્ષાયિકસમ્યકત્વ ધારક છદ્મસ્થ છે તથા જેઓ ક્ષાયિક સમ્યકત્વ-ચારિત્ર એ ઉભયના ધાર૭ છક્વસ્થ છે તેમને પ્રસ્તુત ત્રિક-સંગ ઉપરાંત ક્ષાયિક ભાવ પણ હોય છે. ઔપશમિક સભ્યત્વ ચારે ગતિઓના પ્રાણીઓમાં સંભવી શકે છે અને ઔપશમિક સમ્યકત્વચારિત્ર એ ઉભયના ધારક કેવળ મનુષ્ય જ હોઈ શકે છે. એ પ્રકારના એ બને વર્ગોમાં ઔપશમિક, ક્ષાપશમિક, ઔદયિક, પારિણામિક એ ચતુષ્ટય જ પ્રાપ્ત થાય. ક્ષાયિક સમ્યકત્વ પણે ચારે ગતિઓમાં સંભવે. એટલે દેવ, નરક, તિર્યંચ એ ત્રણ ગતિઓમાંના ક્ષાયિક–સમ્યક્ત્વધારીઓમાં અને ઉપશમશ્રેણી વગરના અથવા અગિયારમા% ગુણસ્થાન વગરના ક્ષાયિકસમ્યકત્વી છદ્મસ્થ મનુષ્યમાં તથા ક્ષાયિક સમ્યકત્વચારિત્ર ઉભયના ધારક છદ્મસ્થામાં ક્ષાયિક, લાપશર્મિક, ઔદયિક, પારિણમિક એ ચતુષ્ટય જ પ્રાપ્ત થાય.
ઔપથમિક-ક્ષાયિકક્ષાપશમિક-દયિક–પરિણામિક એ પાંચે ભાવે એક જીવમાં પ્રાપ્ત થઈ શકે છે. કેવા જીવમાં? જે ક્ષાયિકસમ્યકત્વી હવા સાથે ઉપશમશ્રેણીવતી (એકાદશ– ગુણસ્થાનવત*) છે તેમાં.
કર્મના યથાસંભવ ઉદય, ક્ષય, ઉપશમ અને પશમ એ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવના આશ્રયે થાય છે.
* નવમા-દશમા ગુણસ્થાનમાં ઔપશમિક ચારિત્ર ન માનવાના હિસાબે.
* અગિયારમા ઉપશાન્તાહ ગુણસ્થાનવાળાને જ વસ્તુતઃ ઔપશમિક ચારિત્ર પ્રાપ્ત થાય છે એ હિસાબે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org