________________
: ૨૩ર :
જૈન દર્શન ક્ષાયાપશમિક ભાવ ૧૮–
૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન ૫ર્યાયજ્ઞાન, ૫ મતિ–અસમ્યજ્ઞાન, ૬ શ્રત-અસમ્યગજ્ઞાન, ૭ વિર્ભાગજ્ઞાન, ૮ ચક્ષુદર્શન, ૯ અચક્ષુદર્શન, ૧૦ અવધિદર્શન, ૧૧ સભ્યત્વ, ૧૨ દેશવિરતિ, ૧૩ સર્વવિરતિ, ૧૪–૧૮ દાનાદિ પાંચ લબ્ધિઓ. ઔદયિક ભાવ
કર્મના ઉદયથી પ્રાપ્ત થતી સ્થિતિ તે ઔદયિક ભાવ છે. સમગ્ર સંસારી જી કર્મોના ઉદયથી જે જે પ્રકારની સ્થિતિઓઅવસ્થાઓ ધરાવે છે, પામે છે તે બધી સ્થિતિઓ–અવસ્થાઓ ઔદયિક ભાવમાં ગણાય. એમ છતાં મુખ્ય મુખ્ય નિર્દેશ કરી એકવીશ ભેદો ઔદયિક ભાવમાં ગણાવ્યા છે. તે આ -
અજ્ઞાન અસિદ્ધત્વ, અસંયમ, છ લેશ્યા (કૃષ્ણ-નીલકાપત–તેજ–પદ્દમ-શુકલ), ચાર કષાય (ક્રોધ-માન-માયાલેભ), ચાર ગતિ (દેવ-મનુષ્ય-તિર્યંચ-નરકગતિ), ત્રણ વેદ (પુરુષ–સ્ત્રી-નપુંસકવેદ) અને મિથ્યાત્વ.
આ ગણવેલી અવસ્થાઓમાં કઈ ક્યા કર્મના ઉદયથી છે તે પણ જોઈ લઈએ.
અજ્ઞાન [ મિથ્યાજ્ઞાન] મિથ્યાત્વના ઉદયથી છે. બુદ્ધિમાન્યરૂપ અજ્ઞાન જ્ઞાનાવરણના ઉદયથી છે. અસિદ્ધત્વ આઠે પ્રકારનાં કર્મોના ઉદયથી છે. અસંયમ, અર્થાત્ અવિરતિ અપ્રત્યાખ્યાનાવરણ કર્મના ઉદયને આભારી છે. “લેશ્યા” મને ગપરિણામ છે અને મગ મન પર્યાપ્તિને આભારી હેઈ અને મન પર્યાપ્તિ “નામ” કર્મને એક ભેદ હાઈ “લેશ્યા” “નામ” કર્મ સાથે સંબંધ રાખે છે. કષાય ચારિત્રમેહનીયકર્મોદયથી થનારા છે. ગતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org