________________
તૃતીય ખંડ
* ૨૩૧ : ક્ષાપશમિક ભાવ:
ઘાતી કર્મોના “ક્ષપશમ”(એક પ્રકારના શિથિલીભાવ)થી પ્રાપ્ત થનારી અવસ્થા ક્ષાપશમિક ભાવ કહેવાય છે. જ્ઞાનાવરણ કર્મના શરૂના ચાર ભેદોના ક્ષપશમથી સમ્માદિત મતિજ્ઞાન તથા મતિકશાન, શ્રુતજ્ઞાન તથા શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન તથા વિર્ભાગજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન એમ સાત ભેદ દર્શનાવરણના ક્ષપશમથી સાધિત ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન એમ ત્રણ ભેદો, મેહનીય કર્મના એક ભેદ (દર્શનમેહનીય) ના ક્ષપશમથી પ્રાપ્ત સમ્યક્ત્વ અને મહનીય કર્મના બીજા ભેદ (ચારિત્રમેહનીય) ના ક્ષપશમથી પ્રાપ્ત દેશવિરતિરૂપ અથવા સર્વવિરતિરૂપ ચારિત્ર એમ મેહનીય કર્મના ક્ષયશમથી સાધિત ત્રણ ભેદ તથા અન્તરાય કર્મના ક્ષપશમથી ઉપલભ્ય દાનાદિ પાંચ લબ્ધિઓ એમ બધા મળી અઢાર ભેદ ક્ષાપશમિક ભાવમાં ગણાવ્યા છે.
ઉપરના વક્તવ્યથી જોઈ શકાય છે કે સમ્યક્ત્વ અને ચારિત્ર ત્રણ પ્રકારનું છેઃ લાપશમિક, ઔપશમિક અને ક્ષાયિક. કેમકે મેહનીય કર્મના પશમ, ઉપશમ અને ક્ષય ત્રણે થાય છે, અને એ ત્રણેથી સધાનાર સમ્યકત્વ અને ચારિત્ર ત્રિધા હોય. અન્તરાય કર્મને ક્ષપશમ અથવા ક્ષય એમ બે જ થતા હોવાથી દાનાદિ લબ્ધપંચક લાપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ એમ બે જ ભામાં આવે. જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મના ક્ષપશમ અથવા ક્ષય બે જ થતા હોવાથી સમ્યગ જ્ઞાન અને દર્શન ક્ષાપશમિકભાવ અને ક્ષાયિકભાવ એમ બે જ ભાવમાં આવે. અને અસમ્યગૂજ્ઞાન (મતિરૂપ, મુતરૂપ તથા વિલંગરૂપ) ફક્ત ક્ષાપશમિક ભાવમાં જ આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org