________________
: ૨૨૮ઃ
જેના દર્શન શકે છે અને દુરુપયોગ પણ થઈ શકે છે. મેળવેલા જ્ઞાનના સંબંધમાં સમ્યક્ત્વી અને મિથ્યાત્વીની દૃષ્ટિ જુદી જુદી હોય છે. સમ્યક્ત્વી પિતાના જ્ઞાનને સદુપયોગ કરવા તરફ વૃત્તિ રાખશે અને તેનાથી કદાચ આવેશવશ યા સ્વાર્થવશ તેને દુરુપયોગ થશે ત્યારે તેનું અન્તઃકરણ તેને ડંખશે, જ્યારે મિથ્યાત્વી ભૌતિક વિષયાનન્દને ઉપાસક હોઈ પિતાના જ્ઞાનને પિતાના સ્વાર્થ માટે ગમે તે રીતને ઉપગ કરશે. એનાથી ખોટું કામ (પાપાચરણ) થાય તે એ માટે એને કંઈ દુઃખ લાગશે નહિ. ઊલટું, એમાં તે આનન્દ માનશે. સમ્યફવી માણસ સને સત્ અને અસને અસત્ સમજતે હોવાથી તેનાથી પાપાચરણ થઈ જાય તે તે માટે તેને દુઃખ થાય છે. એ કલ્યાણબુદ્ધિ અને શ્રેયાથી આત્મા હોવાથી કલ્યાણના, આત્મદ્વારના માર્ગ પર છે, જ્યારે મિથ્યાત્વીને પુણ્ય, પાપનો ભેદ માન્ય ન હોવાથી ઉપરથી “સાહુકારી” રીતે વર્તતે હોય તે ય તેની મનોદશા મિથ્યાછિદ્રષિત હોય છે અને આવી સ્થિતિ જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી તેના વિસ્તારને માર્ગ નથી.
આમ જૈન દર્શને ઉપર્યુક્ત સમ્યગ–અસભ્ય જ્ઞાનવિભાગ અધ્યાત્મદષ્ટિએ જાહેર કર્યા છે.
જીવની (સ્વાભાવિક અને વૈભાવિક) અવસ્થાઓ બતાવતા “ભાવ” નિરૂપવામાં આવ્યા છે. “ભાવ” એટલે અવસ્થા. ભાવ પાંચ પ્રકારના છે. ઓપશમિકભાવ, ક્ષાયિકભાવ, ક્ષાપશમિકભાવ, ઔદયિકભાવ અને પરિણામિકભાવ.
કર્મ આઠ પ્રકારનાં અગાઉ બતાવાઈ ગયાં છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગેત્ર અને અરય. એ કર્માનું સ્વરૂપ ફરી અહીં યાદ કરીને આગળ ચાલીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org