________________
તૃતીય ખંડ
: ૨૨૯ :
જ્ઞાન વિષે અગાઉ આપેલા વિવેચનથી જોઈ શકાય છે કે મતિ, શ્રત, અવધિ, મનઃ પર્યાય અને કેવલ એ પાંચ પ્રકારનાં જ્ઞાન હોઈને તેને અવારનવાર કર્મ પણ પાંચ હોય. એટલે મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યાયજ્ઞાનાવરણ અને કેવલજ્ઞાનાવરણ; એમ જ્ઞાનાવરણ કર્મના પાંચ ભેદ પડે છે. માણસે (પ્રાણીઓ)માં બુદ્ધિને એવધતે વિકાસ જોવામાં આવે છે તે આ જ્ઞાનાવરણકર્મના ઓછા વધતા ક્ષયે પશમ(શિથિલીભાવ)નાં કારણે છે. દર્શનના ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવલદર્શન એમ ચાર ભેદો હોઈ તેમને અવારનવાર કર્મ પણ ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ અને કેવલદર્શનાવરણ એ પ્રમાણે ચાર છે. નિદ્રાપંચક પણ દર્શનાવરણીયમાં લીધાં છે. વેદનીયકર્મના સાતવેદનીય અને અસાતવેદનીય એમ બે ભેદ બતાવી દેવાયા છે. મેહનીયકર્મના દર્શન મેહનીય અને ચારિત્રમેહનીય એમ બે ભેદ બતાવી દીધા છે. આયુષ્યકર્મ, નામકર્મ, ગોત્રકર્મ અને અન્તરાયકર્મ બતાવી દીધાં છે. દાન, લાભ, ભેગ, ઉપગ અને વીર્યશક્તિમાં વિઘ નાખનાર તરીકે અત્તરાય કર્મના દાનાન્તરાય, લાભાન્તરાય, ભેગાન્તરાય, ઉપભેગાન્તરાય અને વર્યાન્તરાય એમ પાંચ ભેદ બતાવ્યા છે. માણસે(પ્રાણુઓ)માં ઓછી વધતી કાર્યશક્તિ જોવામાં આવે છે તે અન્તરાય કર્મના ઓછા વધતા ક્ષપશમ (શિથિલીભાવ)ના કારણે છે. દાનાન્તરાય વગેરેને પ્રભાવ દુનિયામાં જોવામાં આવે છે તેમ જ તેમના ક્ષપશમ(શિથિલીભાવ)થી ઉપલબ્ધ થતી દાનાદિ સિદ્ધિઓ જોવામાં આવે છે.
* નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને ત્યાનદ્ધિ એમ નિદ્રા પાંચ પ્રકારની બતાવી છે. નિદ્રાના ગાંભીર્યની તરતમતાને આશ્રીને આ ભેદ પાડવામાં આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org