________________
તૃતીય ખડ
: ૨૨૫:
એક એવે છે, જે અનેક શાસ્ત્રાને જાણે છે અને બીજો એક શાસ્ત્રને જાણે છે. પણ જો એક શાસ્ત્રને જાણનારા પેાતાના શાસ્ત્ર વિષયને પેલા અને શાસ્ત્રજ્ઞ માણસ કરતાં વધારે ઊંડાણથી, વધારે સૂક્ષ્મતાથી જાણતા હાય તે તેનું તે વિષયનું જ્ઞાન પેલા અનેક શાસ્ત્રજ્ઞ માણસના કરતાં વિશુદ્ધ કહેવાય, ઉચ્ચતર કહેવાય. આ પ્રમાણે વિષય અલ્પ છતાં એની સૂક્ષ્મતાએને અવધિજ્ઞાન કરતાં વિશેષ પ્રમાણમાં જાણનાર મન:પર્યાયજ્ઞાન અવધિજ્ઞાન કરતાં વિશુદ્ધતર ગણાય.
અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવલજ્ઞાન એ ત્રણે પારમાર્થિક પ્રત્યક્ષની શ્રેણીનાં છે. એમાં છેલ્લુ' સર્વાંવિત્ (રૂપિઅરૂષિ-સવ-વિષયગ્રાહી ) છે, માટે તે સકલ પ્રત્યક્ષ કહેવાય છે, જ્યારે પહેલાં (અવધિ, મન:પર્યાય) એ અપૂર્ણ પ્રત્યક્ષ હાઈ વિકલ પ્રત્યક્ષ ગણાય છે.
હવે ‘ જ્ઞાન ’ થવા પૂર્વે ઝબકી જનારું' દર્શન ’જોઇએ. તેના ચક્ષુદન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદČન એમ ચાર ભેદો બતાવ્યા છે. ચક્ષુદ્રારા થનારા પ્રત્યક્ષ જ્ઞાનની પૂર્વે થનારું દર્શીન તે ચક્ષુદન અને ચક્ષુ સિવાયની ઇન્દ્રિયા તથા મન દ્વારા થનારા પ્રત્યક્ષ જ્ઞાનની પૂર્વે થનારું દન તે અચક્ષુદશ ન. અવધિજ્ઞાનની પૂર્વે થનારું અવધિદર્શન અને કેવલજ્ઞાનનું પૂવર્તી. તે કેવલદન. મન:પર્યાયજ્ઞાનની પૂર્વ દર્શન' માનવામાં નથી આવ્યું. આ બાબતમાં એમ કલ્પન આવે છે કે અવધિજ્ઞાનના જે પ્રકાર મનેાદ્રવ્યને સ્પશે છે તે
'
* मन:पर्ययज्ञानं पटुक्षयोपशमप्रभवत्वाद् विशेषमेव गृह्णद् उस्पद्यते, न सामान्यम्, असो ज्ञानरूपमेवेदम्, न पुनरिह दर्शनमस्ति । ( વિશેષાવશ્યક ભાષ્યગાથા ૮૧૪ની મલધારિ-ટીકામાં )
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org