________________
: ૨૨૪ :
જૈન દર્શન છીએ, તેમ મનઃ પર્યાયજ્ઞાન મનોદ્રવ્યની વિશિષ્ટ આકૃતિઓને પ્રત્યક્ષ જુએ છે. એ આકૃતિઓને સાક્ષાત્કાર એ જ મનઃ પર્યાયની સાક્ષાક્રિયા છે. પણ લિપિદર્શન ઉપરથી (લિપિ વાંચીને) આપણને જે જ્ઞાન થાય છે તે પ્રત્યક્ષ નથી, કિન્તુ શાબ્દબોધ (શ્રુતજ્ઞાન) છે, તેમ મને દ્રવ્યની વિશિષ્ટ આકતિઓના દર્શન (સાક્ષાત્કાર ) ઉપરથી જે (ચિંતવાતી વસ્તુઓનું) જ્ઞાન થાય છે તે પ્રત્યક્ષરૂપ નથી, તે અનુમાનજ્ઞાન છે, તે મન:પર્યાયની સીમાની બહારનું છે.
અવધિ અને મન:પર્યાય વચ્ચે તફાવત વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામી અને વિષય દ્વારા બતાવવામાં આવે છે.
મનઃ પર્યાયજ્ઞાન પિતાના વિષયને અવધિજ્ઞાનની તુલનામાં વધુ સ્પષ્ટરૂપે જાણે છે. એ વિશુદ્ધિકૃત તફાવત. કેઈ અવધિજ્ઞાન બહુ ટૂંકી હદને સ્પર્શનારું હોય છે, તે કઈ એથી વધુ હદને સ્પર્શનારું છે. આ તારતમ્ય અસંખ્ય પ્રકારનું છે. એથી અવધિજ્ઞાનના અસંખ્ય ભેદે પડે છે. ઉચ્ચતમ અવધિજ્ઞાન આખા લેકને (સમગ્ર લેકના સમગ્ર રૂપી દ્રવ્યને) સ્પશે છે—જાણે છે અને મનાપર્યાય જ્ઞાનનું વિષયક્ષેત્ર મનુષ્યક્ષેત્ર જ છે. આ ક્ષેત્રકૃત તફાવત. અવધિજ્ઞાનને સ્વામી મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારક ચારે ગતિવાળે હેઈ શકે છે, જ્યારે મન:પર્યાય જ્ઞાનને સ્વામી ફક્ત સર્વવિરત મનુષ્ય જ હોઈ શકે છે. આ સ્વામિકૃત તફાવત. અવધિને વિષય, ઉત્કૃષ્ટતાએ સમગ્ર રૂપી
છે, જ્યારે મનઃ પર્યાય જ્ઞાનને વિષય એને અનન્ત ભાગ છે, અર્થાત્ માત્ર મને દ્રવ્ય છે. આ વિષયકૃત તફાવત.
મના પર્યાય જ્ઞાન વિષય એ છે છતાં અવધિજ્ઞાનથી એ વિશુદ્ધતર માનવામાં આવ્યું છે. એનું કારણ સ્પષ્ટ છે કે વિશુદ્ધિને આધાર વિષયની ન્યૂનાધિકતા ઉપર નથી, પણ વિષયમાં રહેલી જૂનાધિક સૂમતાઓને જાણવા ઉપર છે, જેમકે બે માણસમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org