________________
તૃતીય ખડ
:૨૨૧ :
લીધે ‘શ્રુત ' કહેવાય છે, જે ( એ પ્રકારની વિશેષતાવાળા ) મતિજ્ઞાનના એક વિશિષ્ટ ભેદ જ છે.
.
સામાન્યતઃ કહી શકાય કે મતિ અને શ્રુતમાં અનુક્રમે બુદ્ધિ અને વિદ્વત્તાના ભેદ છે. મતિજ્ઞાનીને બુદ્ધિમાન અને શ્રુતજ્ઞાનીને વિદ્વાન્ કહી શકાય. વિદ્વાન્ની મતિ શ્રુતથી રંગાયેલી હાય છે. એ રીતે એ બન્ને એકરસ બની જાય છે.
મતિજ્ઞાન નિમિત્તયેાગે સ્વય' ઉત્પન્ન થનાર જ્ઞાન છે, અર્થાત્ એમાં પરપદેશની અપેક્ષા નથી, જ્યારે શ્રુતજ્ઞાન પરાપદેશથી ( આગમ કે શાસ્ત્રવચન પણ પરીપદેશ જ છે) પેદા થાય છે, અને એમાં, અગાઉ કહ્યું તેમ શબ્દ અને અર્થના સંકેતની આવશ્યકતા છે. મતિજ્ઞાનથી જાણેલી વસ્તુ બીજાની આગળ કહેવા માટે જ્યારે આપણે મનમાં ને મનમાં ભાષારૂપમાં પરિણુમાવીએ છીએ ત્યારે એમ ભાષામાં પરિણમવાથી તે, ‘શ્રુતજ્ઞાન' થઈ જતું નથી, તે ‘મતિજ્ઞાન’ જ કહેવાય. ‘શ્રુતજ્ઞાન' તા ભાષાથી પેદા થવાથી થાય છે. મતિજ્ઞાનથી જાણેલું પણ ભાષામાં રજુ કરી શકાય છે અને શ્રુતજ્ઞાનથી જાણેલ પશુ ભાષામાં રજી કરી શકાય છે. શ્રુતજ્ઞાનથી જાણેલા પદાર્થ પર વિશેષ વિચાર-વિશેષ ચિંતન—વિશેષ ઊાપેાહ કરવા તે બુદ્ધિરૂપ છે અને બુદ્ધિ ‘મતિજ્ઞાન' છે. ‘વૈયિકી ’ બુદ્ધિ જે અગાઉ બતાવી છે, વિશેષ વિચારરૂપ છે અને મતિજ્ઞાન છે.
આમ મતિજ્ઞાનની વ્યાપકતા છતાં એની સંસ્કારિતા, પુષ્ટિમત્તા અને બલવત્તા શ્રુતજ્ઞાન પર આધાર રાખે છે. પ્રગતિ કે ઉન્નતિના પથ પર એ ચડાવે છે પૂર્વજો અને સાથીઓના
* इन्द्रियानिन्द्रियनिमित्तद्वारेण उपजायमान सर्वं मतिज्ञानमेव, केवलं परोपदेशाद्, आगमवचनाद्य भवन् विशिष्टः कश्चिन्मतिभेद एव श्रुतम् नान्यत् ।
""
( વિશેષાવશ્યક ભાષ્ય, પ્રાર ંભની ૮૬મી ગાયાની મલધારી ટીકા )
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org