________________
તૃતીય ખંડ
- ૨૧૯ : જઈ પત્નીએ કહ્યું : તમે દુઃખી ન થાઓ, તમારી ઈચ્છા હું પૂરી કરી આપીશ. પછી રાત પડતાં એ પિતાની સખીનાં વસ્ત્રાભરણ ધારણ કરી પિતાની સખીરૂપે બની પોતાના પતિને એકાન્તમાં મળી એની સાથે સંગ કર્યા પછી એ પુરુષને પિતાના વ્રતભંગ માટે દુઃખ થયું. પત્નીએ ખરી વાત જણાવી ત્યારે એનું દુઃખ થોડું હળવું થયું, અને ગુરુની પાસે દુષ્ટમન સંકલ્પનિમિત્ત વ્રતભંગ માટે પ્રાયશ્ચિત્ત લીધું. શ્રાવિકાની આ પરિણામિકી બુદ્ધિ.
મતિજ્ઞાન જોયું. હવે શ્રુતજ્ઞાન. શ્રુતજ્ઞાન એટલે શ્રુતનું અર્થાત્ સાંભળ્યાનું જ્ઞાન. એને એક અર્થ છે શાસ્ત્રજ્ઞાન. સામાન્યતઃ કઈ પણ વિષયના શાસ્ત્ર કે ગ્રન્થથી ઉત્પન્ન થનારું જ્ઞાન તે શ્રુતજ્ઞાન. સદુપયેગ યા દુરુપયોગ કઈ પણ શાસ્ત્રને કે જ્ઞાનને થઈ શકે છે. મેક્ષમાં ઉપયોગી થવું એ કંઈ શાસ્ત્રને નિયત સ્વભાવ નથી. અધિકારી યોગ્ય અને મુમુક્ષુ હોય તે લૌકિક ગણતાં શાસ્ત્રોને પણ મોક્ષ માટે ઉપયોગી બનાવી શકે છે, અને અધિકારી ગ્ય ન હોય તે આધ્યાત્મિક કેટીનાં શાસ્ત્રોથી પણ પિતાને નીચે પાડે છે. છતાંય વિષય અને પ્રણેતાની યેગ્યતાની દષ્ટિએ શાસ્ત્ર જરૂર પિતાનું વિશિષ્ટ મહત્વ રાખે છે.
વ્યાપક રૂપથી વિચારતાં, શ્રુતજ્ઞાનને અર્થ શબ્દજન્ય જ્ઞાન થા સંકેતજન્ય જ્ઞાન થાય છે. શબ્દ સાંભળીને કે લખાણ વાંચીને જે જ્ઞાન થાય છે તે તે શ્રુતજ્ઞાન છે જ, પણ સંકેતદ્વારા થતું જ્ઞાન પણ કૃતજ્ઞાન કહેવાય છે. જેમકે, કેઈના હાથના ઈશારાથી, કેઈના ખાંખારાથી જે સમજાય તે શ્રતજ્ઞાન. કેઈ પિતાના મોઢા આગળ હાથ ધરે તે તે નિશાનીથી ખાવાને અર્થ સમજી જવાય છે તે શ્રુતજ્ઞાન, ઉપસેલા અક્ષરે પર હાથ ફેરવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org