________________
ધારણ
કરી અતિ
ચાર જ્ઞાતિને ઉપસ્થિમિકી
તૃતીય ખંડ
: ૨૧૭ : થાય તે “અવાય છે અને અવાયથી નિર્ણત થયેલ પદાર્થનું કાલાન્તરમાં સ્મરણ થઈ શકે એ પ્રકારના સંસ્કારવાળું જ્ઞાન તે “ધારણું છે, જે “સંસ્કાર” પણ કહેવાય છે. અર્થાત્
અવાય” સમય ઉપર લુપ્ત થઈ જવા છતાંય એ “સંસ્કાર” મૂકતે જાય છે કે જેથી આગળ વખત ઉપર એ નિશ્ચિત વિષયનું સ્મરણ થઈ આવે છે. આ અવાયરૂપ નિર્ણયની સતત ધારા અને તજજન્ય સંસ્કાર અને સંસ્કારજન્ય સ્મરણ એ બધા મતિવ્યા પાર “ધારણ” છે. પરંતુ એમાં “સંસ્કાર” પ્રત્યક્ષરૂપ મતિજ્ઞાન છે અને “સમરણ પરોક્ષ મતિજ્ઞાન છે.
આ પ્રમાણે “અવગ્રહ” આદિ ચાર જ્ઞાનેને ઉત્પતિક્રમ છે. શાસ્ત્રમાં ઔત્તિકી, વૈનાયિકી, કર્યા અને પરિણામિકી એમ ચાર પ્રકારની બુદ્ધિ વર્ણવી છે અને તેમને “મતિજ્ઞાન” તરીકે જણાવી છે. કોઈ વિકટ સમસ્યાને ઉકેલવા વખતે ઉકેલી શકે એવી સહજ બુદ્ધિ તરત ઉત્પન્ન થઈ આવે તે ઔત્પતિકી બુદ્ધિ છે, જેને પ્રત્યુત્પન્ન મતિ પણ કહી શકાય. વિનયથી અર્થાત્ કેળવણીથી કેળવાયેલી મતિ તે વનયિકી બુદ્ધિ શિલ્પ અને કર્મથી સંસ્કાર પામેલી મતિ તે કર્મજા બુદ્ધિ અને લાંબા વખતના અનુભવથી ઘડાયેલી અર્થાત્ પરિપકવતાને પામેલી મતિ તે પરિણામિકી બુદ્ધિ. - આ ચાર પ્રકારની બુદ્ધિ “નદી” સૂત્રમાં ઉદાહરણનાં ટૂંકા નામ સાથે જણાવી છે, અને તે ઉદાહરણે એ સૂત્રની ટીકામાં શ્રીમલયગિરિજીએ ટૂંકામાં આપ્યાં છે, જેમાંનાં કેટલાંક ઘણું મને રંજક છે. અહીં પણ માત્ર વિષયને ખ્યાલ આવે એટલા ખાતર બેએક ઉદાહરણ એ ટીકામાંથી આપી દઉં. - ઓપત્તિકી બુદ્ધિ ઉપર ટીકાકારે આજે પણ આમ જનતામાં ખૂબ જાણીતું છે એવું એક ઉદાહરણ આપ્યું છે. જેમ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org