________________
તૃતીય ખંડ
: ૨૧૫ : એક ગાયથી બીજી ગાયમાં રહેલી ભિન્નતા આપણે સમજવામાં આવે છે. આ વખતે આપણે મુખ્યત્વે ગાયમાં રહેલી વિશેષતાઓ તરફ ધ્યાન આપીએ છીએ.
દર્શન અને જ્ઞાનમાં તાત્વિક ભેદ નથી. બન્ને બેધરૂપ જ છે. તફાવત ફક્ત વિષયની સીમાને લઈને જ છે. એટલે જ્ઞાનને વિશાળ અર્થમાં લઈએ તે તેમાં “દર્શન”ને સમાવેશ થઈ જાય છે.
લગભગ બધાં દર્શન એમ માને છે કે જ્ઞાનવ્યાપારના ઉત્પત્તિક્રમમાં સર્વપ્રથમ એવા બેધનું સ્થાન અનિવાર્યરૂપે આવે છે કે જે ગ્રાહ્ય વિષયના સત્તા માત્ર સ્વરૂપને ગ્રહણ કરે, પણ જેમાં કેઈ અંશ વિશેષણવિશેષરૂપે ભાસિત ન હોય. - લેકવ્યવહારને સમગ્ર આધાર જ્ઞાન ઉપર છે. એ જ કારણ છે કે જ્ઞાનને આવરનાર “જ્ઞાનાવરણીય” કર્મ, અગાઉ જણાવેલાં આઠ કર્મોમાં પહેલું મૂકવામાં આવ્યું છે. જ્ઞાનના સંબંધમાં અગાઉ થોડુંક નિરૂપણ કરવામાં આવ્યું છે, જેમાં જ્ઞાનના
મતિ વગેરે પાંચ ભેદ બતાવ્યા છે. અહીં આપણે એ વિષયમાં જરા વધુ જોઈએ.
મતિ અને શ્રુતજ્ઞાન મન અને ઇન્દ્રિ દ્વારા થાય છે. મનયુક્ત ચક્ષુ વગેરે ઇન્દ્રિયેથી રૂ૫ વગેરે વિષયનું જે પ્રત્યક્ષજ્ઞાન થાય છે તે ( સાંવ્યવહારિક પ્રત્યક્ષ) મતિજ્ઞાન છે તેમ જ મનથી સુખાદિનું સંવેદન થાય છે તે માનસ (સાંવ્યવહારિક) પ્રત્યક્ષ મતિજ્ઞાન છે આમ મતિજ્ઞાનને એક વિભાગ પ્રત્યક્ષ(સાંવ્યવહારિક પ્રત્યક્ષ)રૂપ છે, અને મનથી તર્ક-વિતર્ક
x દર્શનને સામાન્ય અવબોધ, સામાન્ય ઉપયોગ નિરાકાર ઉપયોગ અથવા નિર્વિકલ્પક જ્ઞાન પણ કહે છે, અને જ્ઞાનને વિશેષ અવધ, વિશેષ ઉપગ, સાકાર ઉપયોગ અથવા સવિકલ્પક જ્ઞાન પણ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org