________________
ડ
: ૨૧૦ ;
જૈન દર્શન છે આપણે તેને વ્રતને અંગે આજ્ઞા કે હેકમ કરવાને, અથવા જોરજુલમથી તેને વ્રત પળાવવાને અધિકાર નથી. માત્ર તેને તેના વ્રતનું સ્મરણ આપી શકીએ; પછી કેવી રીતે વર્તવું તેને માટે તે સ્વતંત્ર છે. સમજવું જોઈએ કે પાણી આપનાર, વ્રતીને નહિ, પણ વ્રતથી ગબડી પડેલા અને પાણી માટે ફાંફાં મારતા એવાને-જે પાણી ન મળવાથી, વ્રતભંગ કરતાં અધિક પાપરૂપ દુર્ગાનમાં પડેલે છે એવાને-એના માંગવાથી પાણી આપે છે. માટે પાણી આપનારને વતીના વ્રતભંગના દોષ સાથે કઈ જ લાગતું વળગતું નથી, બલકે તેને પાણી પાવું એ અનુકમ્પાધર્મ હોઈ એ ધર્મ બજાવનાર ખરેખર પુણ્ય કાર્ય બજાવે છે. એથી, “પાણી” “પાણી” કરનાર, પાણી વગર તરફડિયાં મારનાર તે પાણી મળવાથી દુધ્ધન અને સંકલેશોમાંથી બચી જાય છે, અને એ રીતે તેનું તે વખતે બગડતું મોત અટકી જાય છે. પાણી આપતાં વ્રતભંગની આપત્તિ માનવાનું કંઈ જ કારણ નથી, પણ બહુ ભયાનક આપત્તિ તે તેને પાણી ના આપવામાં ઊભી થાય છે, કેમકે તે હાલતમાં તે કરુણ (આર્તા) અને દારુણ (રૌદ્ર) દુર્ગાનમાં પડે છે. તે વખતે તેની માગણી મુજબ તેને પાણી કે ભેજન આપવાથી તેને સાતા વળે છે, અને એ સાતામાંથી, સંભવ છે કે તે પુનઃ ધર્મજાગૃતિ મેળવે.
“અનશન જ નહિ, ઉપવાસાદિનાં વ્રત પાળવાની જવાબદારી પણ સમાધિ (શાંતિ) રહે ત્યાં સુધી જ છે. શાંતિ કે મનેભાવ નષ્ટ થયા પછી એ વતનું બંધન રહેતું નથી. એ જ માટે તે ઉપવાસાદિનાં પચ્ચક્ખાણમાં સત્રમાહ્રિવત્તિમriારે પાઠ મુકાયેલ છે.
(૧૩) વ્યાપક હિતભાવના :
માણસ સામાજિક પ્રાણી છે, સમુદાયમાં એક-બીજાના સાહચર્ય કે સહયોગ ઉપર રહેનારું, જીવનારું પ્રાણી છે. એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org