________________
તૃતીય ખંડ
: ૨૦૯ : નાર તે છે એમ તે માને છે. એ જ પ્રમાણે જ્ઞાની ભગવાનની શિખામણ પ્રમાણે ચાલનાર માણસ સુખ મેળવે તે માટે જ્ઞાની ભગવાન્ ઉપકારી માની શકાય, કેમકે એમના (જ્ઞાની ભગવાનના) સદુપદેશ પ્રમાણે ચાલવાથી તેને સુખ મળ્યું. આ જ દષ્ટિએ પરમાત્મા ઈશ્વર સુખદાયક કે મુક્તિદાયક ગણાય છે. એટલું જ નહિ, ઈશ્વરના કર્તુત્વને વાદ પણ આ દષ્ટિ અનુસાર અને આ રીતે આટલા અંશ પૂરતે ઘટાવી શકાય છે.
આ ઉપરથી, કોઈ આફતમાંથી બચી જતાં કે ઈષ્ટ લાભ પ્રાપ્ત થતાં ભગવાનને ઉપકાર માનવામાં આવે છે અથવા એની કૃપાને અંજલિ આપવામાં આવે છે તે વાજબી અને યોગ્ય છે.
(૧૨) અનશન વ્રત લીધેલ વ્યક્તિના વિષે
જેમાં તેમજ અન્ય સમ્પ્રદાયમાં “અનશન” તપમાં કઈ કઈ પાણી પીવાને પણ ત્યાગ કરે છે. કદાચિત પ્રસંગ એવું બને છે કે એવા ત્યાગવાળાને પાણીની તીવ્ર તૃષા લાગે છે, અને એથી એ ઘણું જ બેચેની ભેગવે છે. તે વખતે તેને તેના વ્રતનું સ્મરણ આપવા છતાં પણ તે પાણી પીવાની તીવ્ર ઈરછાને વળગી રહે છે. આ પ્રસંગે જ્યારે તે આતુરતાથી પાણી માંગે છે ત્યારે, તે “વતી’ દુર્ગાનમાં ન પડી જાય અને તેનું મેત બગડે નહિ એટલા માટે તેને પાછું આપી તૃપ્ત કરે એ જ ધર્મ છે. તેને પાણી ન આપવું, અને તરસે રીબાવે એ અક્ષમ્ય અને ભયંકર અપરાધ છે, જાલિમ મનુષ્યહત્યા છે. જૈનધર્મ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ (સંજોગ–પરિસ્થિતિ) ને વિચાર કરી કામ કરવાનું ફરમાવે છે.
આ બાબતમાં કઈ પ્રશ્ન કરે કે તેને વ્રતભંગ થાય એનું શું? તેને જવાબ એ છે કે તે વિચાર વ્રતીએ પિતે કરવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org