________________
: ૨૦૮ :
જૈન દર્શન ભક્તિભાવ અને એ ભક્તિભાવ દ્વારા સદાચારિત્વની સાધના એને જ એની કૃપા સમજી જઈએ તે તાર્કિક બુદ્ધિ પણ વાંધો ઉઠાવી ન શકે એ જીવનહિતને સંપૂર્ણ મુદ્દો એમાં આવી જાય છે.
સારું જે થાય છે તે પુણ્યથી અને બરું તે પાપથી એમ આર્ય સંસ્કૃતિના તત્ત્વજ્ઞાનને પ્રચલિત સિદ્ધાન્ત છે. હવે, સુખ-સગવડ મળે, અથવા કંઈ સારું બન્યું અથવા અનિષ્ટ અકસ્માના સપાટામાંથી આપણે ઈષ્ટજન કે આપણે બચી જઈએ તે પુણ્યના ઉદયથી અને અગવડ કે સંકટ ઉપસ્થિત થાય અથવા બુરી કે દુઃખી હાલતમાં ફસાઈ પડીએ તે પાપના ઉદયથી એ વાત નક્કી; પણ એ પુણ્ય અને પાપ આપ્યું કક્યાંથી ? કહેવું જોઇશે કે સત્કૃત્ય કરવાથી અથવા અમુક અંશે શુભ માગે ચાલવાથી પુણ્ય આવ્યું અને અશુભ કાર્ય કે પાપાચરણથી પાપ આવ્યું. વારુ, ત્યારે પ્રશ્ન એ થાય કે શુભાશુભ માર્ગની સનાતન સમજ મૂળમાં જગત્ ઉપર ઊતરતી રહી ક્યાંથી? જવાબ એ જ કે એ સમજ મૂળમાં મહાન જ્ઞાની પુરુષોથી ઊતરતી આવી છે. ત્યારે આ ઉપરથી એમ માની શકાય છે કે જ્ઞાની પ્રભુની શિખામણ મુજબ ચાલવાથી પુણ્ય ઉપાજિત થઈ એ પુણ્યદ્વારા જે સુખ પ્રાપ્ત થાય છે તે સુખના આપનાર, મૂળમાં તે જ્ઞાની પ્રભુ ગણાય અને તે જ પ્રમાણે જ્ઞાની પ્રભુની કલ્યાણમયી શિખામણ નહિ માનીને દુષ્કર્મના માગે ચાલવાથી પાપ બંધાય અને એના પરિણામે દુઃખી થવાય એ પણ જ્ઞાની ભગવાનની શિખામણ નહિ માન્યાનું પરિણામ લેખી શકાય. દુનિયાના વ્યવહારમાં આપણે જોઈએ જ છીએ કે જેને જેની સલાહથી લાભ કે સુખ મળે છે તે તેને પિતાને ઉપકારી માને છે, પિતાને તે સુખ કે તે લાભ અપાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org