________________
તૃતીય ખંડ
: ૨૦૭ : અને કૃપા જ હોય એ સિદ્ધ વાત છે. અતઃ જે કેવળ એની કૃપાના જ કારણે સુખ, શાન્તિ મળતાં હોય અને સદાચરણી થવાતું હોય તે તે એની કૃપા બધા ઉપર એકસરખી હોવાથી બધા એકસપાટે સદાચરણી અને સુખી બની જવા જોઈએ. પણ વસ્તુસ્થિતિ એવી નથી. અતઃ આપણે સમજવું જોઈએ કે એની સર્વવ્યાપી, સર્વસાધારણ સ્વભાવભૂત કૃપા કે પ્રસન્નતા બધા ઉપર હોવા છતાંયે પ્રાણીનાં સુખ–દુઃખ, ઉન્નતિ-અવનતિ યા કલ્યાણ-અકલ્યાણને આધાર પિતાનાં કર્મ આચરણ પર જ છે. આપણને પાડનાર આપણું દુરાચરણ છે અને આપણું સદાચરણ એ જ આપણે તારક છે. અને સદાચરણી થવા માટે ઈશ્વરની કૃપાની રાહ જોવાની નથી. એની કૃપા છે જ, હરહમેશાં છે જ, અને આપણે સદાચરણી થઈએ કે સુખી થયા જ છીએ. સદાચરણની સાધના દરમ્યાન પૂર્વનાં દુષ્કૃતના બળે દુઃખ, તકલીફ આવી પડે એમ બને, પણ એ સનાતન સન્માર્ગમાં અડગ રહીએ તે ઉત્તરોત્તર વિકસિત થતા થતા આખરે પૂર્ણ ઉજજવલ બની સર્વ દુબે માંથી મુક્ત થઈ શકીએ અને પૂર્ણ શાન્તિ પ્રાપ્ત કરી શકીએ.
દુનિયામાં દુષ્ટ અધમ માણસે દુષ્ટ અધમ કામ કરે છે એનું કારણ શું? એમના ઉપર એની (ઈશ્વરની) કૃપા નથી એ કારણ છે? નહિ જ. એની તે, ઉપર જણાવ્યું તેમ, બધા ઉપર બધા ભલા અને સુખી બને એવી કૃપા છે જ. એમ છતાં જગત્ કલુષિત પણ કેટલું છે? ભલા કરતાં બુરા, સુખી કરતાં દુઃખી, અને ડાહ્યા કરતાં જ્ઞાનહીન પ્રાણુઓનું પ્રમાણ જગતમાં બહુ મોટું છે. ખરી વાત એ છે કે દુનિયાના મામલામાં એની (એ અલખ ઇશ્વરની કૃપા કે અકૃપા જેવું કંઈ જ નથી.
તે સ્વમગ્ન છે, નિલેપ અને તટસ્થ છે. એના તરફ આપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org