________________
તૃતીય ખંડ
: ૨૦૫ : વીતરાગતા એટલે રાગ અને દ્વેષ આયનિક અભાવ. આમાં રાગજનિત તેમ જ શ્રેષજનિત બધી વૃત્તિઓને અભાવ સૂચવાઈ જાય છે. વીતરાગતા એ વિશ્વબંધુત્વ, વિશ્વપ્રેમ અથવા વિશ્વ વાત્સલ્યની વિરોધી નથી. જેટલે અંશે રાગ-દ્વેષ ઓછા થતા જાય છે તેટલે અંશે પ્રાણિવાત્સલ્ય વિકાસ પામતું જાય છે. અને જ્યારે વીતરાગતા પૂર્ણતયા પ્રાકટ્યમાં આવે છે ત્યારે એ વાત્સલ્યભાવ પૂર્ણ પણે વિકસિત થઈ સમગ્ર લેકના પ્રાણએને વ્યાપે છે. જ્યાં નિત્ત જ્ઞાન જળહળી રહ્યું છે, જ્યાં સંકુચિત સ્વાર્થ અને પૌગલિક સુખોપભોગમાં આસક્તિ નથી,
જ્યાં કષાયાદિ દોષ નથી, જ્યાં શુભકર્મ પ્રાપ્ત વિશેષતા અંગે ગર્વ કે અહંકાર નથી, જ્યાં પક્ષપાત કે અન્યાયવૃત્તિ નથી,
જ્યાં ઊંચનીચભાવ નથી, જ્યાં પૂર્ણ સમદર્શિતા તથા સર્વપ્રાણિહિતપરાયણતા છે ત્યાં વીતરાગતા છે, જે વિશ્વ-ક્ષેમંકર પૂર્ણપવિત્ર પૂર્ણતિ જીવનનું નામ છે.
જે રાગને પડખે દ્વેષ, સ્થાર્થ, પક્ષપાત આદિ દેજે હોય છે અથવા જે રાગ સાક્ષાત્ કે પરંપરાએ શ્રેષાદિ દેથી સમ્બન્ધિત હોય છે તે રાગ કલુષિત રાગ છે. જગત્ આ કલુષિત રાગના જુલ્મી આક્રમણથી હેરાન છે. પણ એ રાગ જ્યારે શ્રેષ, સ્વાર્થ અને મૂઢતા આદિ કચરાથી જેટલે છૂટ થતું જાય છે ત્યારે તે તેટલે નિર્મલ બનવા લાગે છે. આ નિર્મળતાને લીધે એ (રાગ) નિર્મળ વાત્સલ્ય કે નિર્મળ પ્રેમભાવ એવા સુ-નામથી વ્યવહૂત થાય છે. વિધેયાત્મક અહિંસા રૂપ આ વાત્સલ્યભાવ પ્રાણિવર્ગમાં જેટલું વ્યાપક બને છે, આત્મા તેટલે મહાન બને છે. “સમ્યકત્વ”નાં નિર્મળ પુદુંગલે વિખેરાતાં જેમ શ્રેષ્ઠતર કે શ્રેષ્ઠતમ (આત્મિક) સમ્યકત્વ પ્રગટે છે, તેમ અત્યુન્નત ભૂમિ પર આવતાં રાગનાં નિર્મળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org