________________
: ૨૦૪:
જૈન દર્શન પવિત્ર રાગ તે ધાર્મિક રાગ છે, જે ભક્તિરૂપ હેઈ કલ્યાણરૂપ છે. (જેમ મહર્ષિ ગૌતમ ઈંદ્રભૂતિને ભગવાન મહાવીર પર હતે.) પિતાના સમ્પ્રદાય ઉપરને સંકુચિત ભાવને રાગ તે સામ્પ્રદાયિક રાગ છે, જે ત્યાજ્ય છે. સ્વજનકુટુંબ, સગા સંબંધી તથા મિત્રાદિ તરફને રાગ તે લૌકિક રાગ છે, આ લૌકિક રાગના પણ બે ભેદ પડી શકે : સ્નેહરૂપ અને સ્મર વાસનારૂપ. નેહરૂપ રાગ કલષિત ન હોય, નિર્મળ હેય તે આદરણીય છે. સમર વાસનારૂપ રાગ પણ નિષિદ્ધ અને અનિષિદ્ધ એમ બે પ્રકારે ગણાવી શકાય. સ્વપત્ની કે સ્વપતિ વિષેને ઔચિત્યયુક્ત તે અનિષિદ્ધ અને નિષિદ્ધ સ્થાન વિષેને તે નિષિદ્ધ.
જાણવું જોઈએ કે વ્યક્તિ પ્રત્યેના રાગ કરતાં તેના ગુણે પ્રત્યેને રાગ ચડિયાતે છે, ભલે એવી વ્યક્તિ પ્રત્યેને રાગ તેના સગુણને લીધે ઉત્પન્ન થયે હોય. એવી વ્યક્તિ પ્રત્યેને રાગ આત્માના ઊધ્વીકરણમાં ઘણે અંશે સહાયભૂત થાય છે એ વાત ખરી. પરંતુ એ રાગ તે વ્યક્તિને વિયેગ થતાં નિરાધારતાની લાગણી પેદા કરી રુદન કરાવે છે અને છેવટના વિકાસને ધે છે. આ બાબતમાં મહષિ ગૌતમ ઈન્દ્રભૂતિનું ઉદાહરણ સ્પષ્ટ છે. * कामरागस्नेहरागावीषत्करनिवारणौ । दृष्टि रागस्तु पापीयान् दुरच्छेदः सतामपि ।।
(હેમચન્દ્ર, વીતરાગસ્તોત્ર) અર્થાત-કામરાગ અને સ્નેહરાગનું નિવારણ સુકર છે, પણ અતિપાપી એવા દષ્ટિરાગને ઉચ્છેદ એ પંડિતો અને સાધુસંતોને પણ કઠિન થઈ પડે છે. [ દષ્ટિરાગ એટલે સામ્પ્રદાયિક રાગ.]
આ શ્લેકમાં કામરાગ, સ્નેહરાગ અને દષ્ટિરાગ એ ત્રણ રાગ બતાવ્યા છે. પવિત્ર ભક્તિરૂ૫ ય ધાર્મિક રાગને નેહરાગના સુપવિત્ર વિભાગમાં સમાવેશ થઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org