________________
તૃતીય ખંડ
: ૨૦૩ :
(૧૦) રાગ અને વીતરાગતા ?
ખરેખર સંસારવતી જીવને અતિ નિબિડ બન્ધન રાગશ્રેષનાં છે. તેમાંય રાગ મુખપદે છે. ટ્રેષના મૂળમાં રાગ છે. દરેક દોષના મૂળમાં રાગનું બળ કામ કરે છે. વળી રાગ જડ અને ચેતન બનને પ્રકારના પદાર્થો વિષે હોય છે. જેમ મનુષ્યાદિ ચેતન પ્રાણીઓ ઉપર, તેમ ઘડીયાળ, ફાઉન્ટન પેન, સ્ટેશનરી, ફરનીચર, વસ્ત્ર–આભૂષણ વગેરે સારી સારી ગમતી જડ ચીજો ઉપર પણ રાગ પથરાયે પડ્યો છે, જ્યારે દ્વેષ તે સામાન્ય રીતે સચેતન પ્રાણિવિષયક હોય છે. જડ વસ્તુ એને વિષય નથી. થાંભલા સાથે અફળાતાં વાગે તે થાંભલા તરફ દ્વેષ જે વિકાર થાય છે ખરો, પણ એ ખરી રીતે દ્વેષ નથી, કિન્તુ એ મોહને (અજ્ઞાનને–બેવકૂફીને) ગાંડે આવેશ છે.
રાગ એ મેહનું પ્રબલતમ રૂપ છે અને સમગ્ર સંસાર ચકમાં એનું એક છત્ર સામ્રાજ્ય પ્રવર્તે છે. બધા દેશે એને વળગી રહેલા છે. એ ખસતાં બધા દોષો વિખરાઈ જાય છે. એટલા જ માટે “વીતરાગ” શબ્દમાં ફક્ત એક “રાગ” શબ્દ રજૂ કરીને રાગને અભાવ પણ સૂચવાઈ જાય છે.
સચેતનપ્રાણિવિષયક રાગ ધાર્મિક, સામ્પ્રદાયિક અને લૌકિક એમ ત્રણ પ્રકાર છે. જ્ઞાની મહાત્મા સન્ત પુરુષ સગુરુ ઉપર કલ્યાણ ભક્તિને રાગ, તેમ જ સગુણોને અગે ઊપજનાર
૪ આ બાબત માટે હરિભદ્રાચાર્યના અષ્ટક ગ્રંથના પ્રથમ અષ્ટકના પ્રથમ શ્લેકના “ન જ દૃષss -y” એ ત્રીજા ચરણ ઉપરની શ્રી જિનેશ્વરસૂરિકૃત ટીકા જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org