________________
: ૨૦૨ :
જૈન દર્શન
રહી તદ મને બળ કેળવવામાં રહેલું છે. એવી શક્તિ પહેલાં કલ્પનામાં સિદ્ધ કરવાની હોય છે. શરૂઆત એ જ પ્રમાણે કરવી ઈષ્ટ છે અને એમાં જ સલામતી રહેલી છે. તાલીમ હેઠળ હોવા છતાં સિદ્ધિનું અભિમાન કરનાર પિતાના પતનને નેતરે છે. સાહસ કરવામાં જોખમ છે. અને વળી પ્રલોભનોથી દૂર રહી મેળવેલી સિદ્ધિ છેતરનારી–ભ્રમણારૂપ ન નીવડે એ પણ જોવાનું છે. પ્રલેભનેની વિદ્યમાનતામાં પણ તેમની સામે અચળપણે ટકી રહેવામાં તેની ખરી કસટી રહેલી છે. આ કારણથી મનુષ્ય પિતાના રાગ-દ્વેષનું વખતેવખત સંશોધન અને નિરીક્ષણ ઘણું બારીકીથી કરતા રહેવાની અગત્ય પ્રત્યે આંખમીંચામણ કરવાં હિતાવહ નથી.
બાહ્ય પરિસ્થિતિ વિષે માણસે બેદરકાર ન જ રહેવું. જાણી જોઈને કોણ રેગના જંતુઓને આગે કે ત્યાં જાય? પણ બાહ્ય પરિસ્થિતિ પર માણસને કાબૂ બહુ ઓછા હોય છે અને માણસ ક્યારે ક્યાં જઈ પડે છે એની ખબર પડતી નથી. એટલે પ્રલેભનથી બચવા માટે માણસે હરવખત જાગ્રત, સતર્ક અને શક્તિશાળી બની રહેવાની જરૂર છે. પોતાના મનને હરવખત ચેમ્બુ, વાસના કે માલિન્યથી રહિત અને ધૈર્યપૂર્ણ રાખવું
એ જ પતનમાંથી બચવાને સાચે માગે છે, જેથી પ્રલોભક કે સંક્ષોભક પરિસ્થિતિ વખતે મન પતિત કે પરાજિત ન થતાં સ્થિર અને તેજસ્વી રહી શકે.
ભલા માણસેનાં મન પણ પ્રભક કે સંક્ષેત્મક સંજોગ વખતે હાલકડોલકમાં પડી જાય છે; એવા વખતે સુજ્ઞ મનુષ્યને પિતાના મન સાથે યુદ્ધ કરવું પડે છે. એ યુદ્ધમાં–એ આન્તર સંગ્રામમાં મહામના મહાનુભાવ માનવ ખીલે છે, ખીલતે જાય છે અને એનું સંયમબળ એટલું વધે છે કે પછી કઈ પણ લાલચ સામે એ અડગ ઊભું રહી વિજેતાનો આનંદ માણી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org