________________
: ૨૦૦:
જૈન દર્શન
જ્યારે એ સાધના સતત જાગ્રત રહી દૃઢતમ અવસ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે સ્થિતપ્રજ્ઞ અને વીતરાગ દશા પ્રાપ્ત થાય છે. પ્રભક કે ભક ઘટનાના પ્રસંગે દુન્યવી બનાવે તથા વિષયોના ચમકારાની ક્ષણભંગુરતાને વિચાર કરી, તેમ જ મેહથી ઉત્પન્ન થનાર રસ પરિણામે સત્તાપરૂપ છે એ ધ્યાનમાં લઈ અને સંયોગ-વિયેગ, જન્મ-મૃત્યુ, સુખ-દુઃખ વગેરે પ્રસંગે સંસારી જીવનને અનિવાર્ય પણે વળગેલા છે એમ સમજી મનની સ્વસ્થતા જાળવવી એ જ કર્તવ્ય બને છે.
મનશુદ્ધિ ધીમે ધીમે સધાય છે. ઈન્દ્રિયેના સમુચિત સંયમથી મનશુદ્ધિને માર્ગ સરળ થતું જાય છે. મનની ચંચલ સ્થિતિ તે પ્રાયઃ લાંબે કાળે લાંબા “પ્રવાસ” પછી દૂર થાય છે, એટલે એના ચાંચયના ચમકારાથી ગભરાઈ ન જતાં એના ઉપર યોગ્ય સતર્ક રહેવા સાથે ઈન્દ્રિયો ઉપર અખંડ કાબૂ રાખવું જોઈએ. જિતેન્દ્રિયત્ન પ્રતિષ્ઠિત થતાં મનઃસંયમ પૂર્ણ કળાએ ઝગમગશે અને એમાંથી જ શુદ્ધિ તેમ જ દિવ્યપ્રકાશ પ્રગટશે.
(૯) અન્તર્યુદ્ધ
માનસિક મંદતાની શી વાત કરવી? ઘણું ઘણું માણસે એવા કમજોર મનના હોય છે કે જેઓ પાડનારાં પ્રલોભનની
* ભગવદ્દગીતા બીજા અધ્યાયમાં કહે છે કે तानि सर्वाणि संयम्य यूक्त आसीत मत्परः । वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ।। ६१ ।।
અર્થાત-બધી ઈન્દ્રિયને સંયમમાં રાખી સમાહિત બની મનુષ્ય ભગવત્પરાયણ રહે- જેણે પિતાની ઇન્દ્રિયને વશ કરી છે તે સ્થિતપ્રજ્ઞા બને છે. [ અર્થાત જિતેન્દ્રિય થવાથી સ્થિતપ્રજ્ઞ થવાય. ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org