________________
તૃતીય ખંડ
: ૧૯૯ : આપણે ચુકવવાનું હોય છે અને તે પ્રાણીસમાજને હિતકારક પ્રવૃત્તિ આદરી પરોપકાર અને સેવામાં જ ચુકવી શકાય છે.
જે અન્તર્જા ગ્રત દશાના ચારિત્રશાલી સખ્ત એકાન્તમાં પિતાના ઉચ્ચ આધ્યાત્મિક વિકાસની સાધનામાં નિમગ્ન રહે છે તેઓ પોતાની વિકાસગામી આધ્યાત્મિક તોરશ્મિ અથવા ગઅતિ પ્રસારીને (એ પ્રકારની અગમ્ય રીતે) પ્રાણસમાજના હિતસાધનમાં પિતાને વેગ આપતા હોય છે.
ખરેખરા સન્ત માનો તે સમાજ પાસેથી જે મેળવે છે તેથી ઘણું વધુ તેઓ સમાજને આપે છે, એટલે સમાજ તેમને હમેશાં દેવાદાર રહે છે. અને એવા જ માણસેને પિતાની વાજબી જરૂરીઆત પૂરી પાડવાનું સમાજને કહેવાને નૈતિક હક્ક પ્રાપ્ત થાય છે. સમાજ તેમને ગમે તેટલું આપે તે પણ તે હંમેશાં ઓછું જ રહેવાનું.
વિશ્વપ્રેમ, જે આધ્યાત્મિક પ્રેમ કહી શકાય તે આધ્યાત્મિક જીવનના વિકાસ પર અવલંબિત છે. ચિત્તશુદ્ધિ જેમ જેમ ખીલતી જાય છે, તેમ તેમ આત્મૌપજ્યની દષ્ટિ વિસ્તરતી જાય છે, અને તેમ તેમ પ્રાણિવાત્સલ્ય વિમલ અને વિશાલ બનતું જાય છે. વેરઝેર, અભિમાન તથા રાગ-રેષ જવા એ જ મનનું નિર્મલીકરણ છે. એ દેના દૂર થવામાં જ ચિત્તની પ્રસન્નતા છે. આસક્તિ તથા કષા પાતળા પડવા કે પાતળા પડતા જવા એ જ મનની થઈ રહેલી શેઇનકિયા ગણાય કષાયે જેમ જેમ નબળા પડતા જાય છે, તેમ તેમ મનનું દુચિન્તન ઓછું થતું જાય છે અને તેમ તેમ એ શુભચિન્તનપરાયણ બને છે. અનુકૂલ કે પ્રતિકૂલ પ્રસંગે આવતાં મન ક્ષુબ્ધ થાય નહિ, પિતાનું સમરેલપણું ગુમાવે નહિ, રાગ-દ્વેષ મેહને વશ થાય નહિ ત્યારે એ ચિત્તની નિર્મલીકરણની સાધના ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org