________________
તૃતીય ખંડ
: ૧૯૫ : ધનવાન બલવાન કે સત્તાવાન હોય યા ભૌતિક રીતે સુખી મનાતા હોય તે તેટલા જ ઉપરથી તેના પ્રત્યે પ્રમુદિત થવું એમ કહેવાનો આશય નથી, પરંતુ જે તે પિતાના ધનને, બળને કે સત્તાને ઉપગ દીન દુઃખી જનેને સારી હાલતમાં લાવવા કે તેમનાં દુઃખ વિદારવામાં કરતે હોય તે તેના સદુપયોગ માટે તેને ગુણ સમજી તેના ગુણ પ્રત્યે પ્રમુદિત થવું યોગ્ય છે. માણસ ચાહે નિર્ધન હોય, પણ પ્રામાણિકપણે ઉદ્યમ કે શ્રમ કરી પિતાની આજીવિકા ચલાવતો હોય અને એમાં સંતોષ માનતે હોય તે તેના સેવા સદ્ગુણ માટે પ્રમુદિત થવું છે. પ્રમોદને વિષય પુણ્યવત્તા બતાવ્યું છે, તેને એ અર્થ નથી કે કઈ પિતાની પુણ્યવત્તાને દુરુપયોગ કરે તે ચે તેના પર પ્રમુદિત થવું. વસ્તુતઃ પ્રમોદને વિષય પુણ્યવત્તા એટલે પુણ્યાચરણશીલતા.
હવે કરુણા–ભાવના. પીડાતાને જોઈને અનુકંપા ન ઉભરાય તે અહિંસા આદિ વ્રતે નભી ન શકે, તેથી કરુણા–ભાવનાની આવશ્યકતા છે. આ ભાવનાને વિષય દુઃખ પામતા પ્રાણી છે, કારણ કે અનુગ્રહ કે મદદની અપેક્ષા દુઃખી, દીન, અશક્ત, અનાથને જ રહે છે. પ્રાણીમાત્ર પ્રત્યે આત્મીયતા–બુદ્ધિ હોય તે જ, ઈષ્ટજનને પીડાતે જઈને જેમ એક પ્રકારની મૃદુ લાગણીથી ઘેરાઈ જવાય છે તેમ, કેઈને પણ પીડાતો જોઈ કરુણુ ઉભરાવા માંડે. આમ આ ભાવનાના મૂળમાં આત્મીયતા-બુદ્ધિ રહેલી છે. ભવચકનાં દુઃખમાં પડેલાને તેમાંથી ઉદુધરવાની ભાવના જે કોઈ સંતના દિલમાં ઊગવી એ પણ કરુણાભાવના છે. જ્ઞાની મહાત્મા તથા કેવલી ભગવાન સર્વાનુગ્રહપરાયણ કરુણાવાળા હોય છે. એ જ માટે એઓ પરમ કાસણિક એવા વિશેષણથી ઉલલેખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org