________________
: ૧૯૬૯
જૈન દર્શન
ક્યારેક અહિંસા આદિ ગુણોના રક્ષણ માટે તટસ્થપણું જ ધારણ કરવું ઉપયોગી થાય છે, તેથી માધ્યશ્ય ભાવનાની આવશ્યકતા છે. “માધ્ય” એટલે તટસ્થતા કે ઉપેક્ષા. જ્યારે જડબુદ્ધિનાં અને ઉપગી સારી શિખામણે ગ્રહણ કરવાની યોગ્યતા ન હોય એવાં પાત્ર મળે અને તેવાને સુધારવાની પ્રવૃત્તિનું પરિણામ છેવટે તદન શુન્ય જ દેખાય છે તેવા પ્રત્યે તટસ્થપણું યા ઉપેક્ષાવૃત્તિ રાખવામાં જ શ્રેય છે. તેથી આ ભાવનાને વિષય અવિનય (અયોગ્ય ) પાત્ર છે. પ્રાણીમાત્રમાં આત્મીયતા બુદ્ધિ હોય તે જ અવિનય (દુર્મતિ દુષ્ટ કે મૂર્ખ જણાતા) માણસ તરફ કૂરતા, દ્વેષ કે કિલgવૃત્તિ પેદા ન થતાં તેની તરફ શુદ્ધ તટસ્થભાવ રહી શકે–જેમ એવા પિતાના ઈષ્ટજન તરફ એ ભાવ રહે છે તેમ.
આ ભાવનાઓમાં જેમ દુઃખી જાન કરુણાને વિષય છે, તેમ દુર્મતિ માણસ પણ દયાને–ભાવદયાને વિષય છે. એવાની તરફ ઊપજતી કે રખાતી માધ્યચ્ય–ભાવના ભાવદયાશક્ષિત છે. આ પ્રસંગે એ વાત પણ ખ્યાલમાં આવી શકે છે કે જેમ નાના બાળકે કરેલ અથવા આત્મીય નેહી સ્વજન કે પ્રેમી જન તરફથી થયેલ અનાદર કે અપમાનથી સ્વમાનભંગ થયાનું આપણને લાગતું નથી, તેમ આ મૈત્રી આદિ ભાવનાઓના સબળ સંસ્કારથી પ્રકાશિત ચિત્તવાળા સુજ્ઞ જનને બીજાએ કરેલ અનાદર કે અપમાનથી સ્વમાનભંગ થયાની કલ્પના ઉદ્ભવતી નથી. વિશ્વબધુત્વની ભાવનામાં રમમાણ એવા સજજનને ગુણે માણસ પ્રમાદનો વિષય છે, તે દુર્મતિ દુષ્ટ માણસ ભાવદયાગર્ભિત માધ્યચ્ય-ભાવનાને વિષય છે. આચાર્ય હેમચંદ્ર (પિતાના યેગશાસ્ત્રના પ્રારંભમાં મંગલાચરણમાં) કહે છે
कृतापराधेऽपि जने कृपामन्थरतारयाः। ईषद्बाष्पायोभद्रं श्रीवीरजिननेत्रयोः ।। ३ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org