________________
તૃતીય ખડ
: ૧૯૩ :
પ્રાણીમાત્રમાં મૈત્રીવૃત્તિ કેળવવી એ મૈત્રીભાવના છે. આવી વૃત્તિ કેળવી હાય તા જ દરેક પ્રાણી પ્રત્યે સત્યવાદી અને અહિંસક રહી વર્તી શકાય. મૈત્રી એટલે અન્ય આત્માઓમાં પેાતાપણાની બુદ્ધિ-આત્મીયપણાની ભાવના. આ ભાવના હેત બીજાને દુઃખ ઉપજાવવાની કે બીજાનું અહિત કરવાની વૃત્તિ ઉદ્ભવવા પામતી નથી, એટલું જ નહિં, પણ ખીજાનુ' ભલું કરવાની વૃત્તિ પ્રવતી રહે છે. આ ભાવનાના વિષય પ્રાણીમાત્ર છે.
માણસ અન્યને પાતાથી આદ્યસમ્પત્તિની બાબતમાં ડિ. યાતા જોઇ તેની અદેખાઈ કરવા લાગે છે; પરન્તુ તે અન્યનું ચડિયાતાપણું જો તેણે પેાતાના ગુણથી યા શુભકમ પ્રાપ્ત પુણ્યના પરિણામે સમ્પાદન કરેલુ હોય અને તેના ઉપયેાગ તે શુભ કાર્યો કરવામાં કરતા હાય તે તેની અદેખાઈ કરવાને ખદલે તેનાં શુભ-પુણ્ય કાર્યાંનુ તથા ગુણાનું અનુમાદન કરી ખુશ થવું જોઈએ. અનીતિ, અનાચરણ સામે અસન્તાષ કે પુણ્ય. પ્રકોપ થાય તે ખરાખર છે; પણ કેવળ, પાતાથી ખીજાના ચડિયાતાપણાના જ કારણે તેના પર દ્વેષ કે અરૃખાઇ કરવી એ ખેાટુ' છે. અદેખો માણસ પોતાના દુ:ખે દુ:ખી અને બીજાના સુખે દુ:ખી થઇ એવડો દુ:ખાનુભવ કરે છે. જ્યાં સુધી અદેખાઇ જેવા દોષો દૂર ન થાય ત્યાં સુધી સત્ય, અહિંસાનું પાલન થઈ શકે નહિ; માટે અદેખાઈ જેવા દોષોની વિરુદ્ધ પ્રમેાદવૃત્તિ કેળવવી આવશ્યક છે. ગુણાધિક પર પ્રમુદ્રિત થવું અને એના આદર કરવા એ પ્રમાદભાવના છે. આ ભાવનાના વિષય ગુણાધિક જન છે. પોતાના ઈષ્ટ જનની ચડતી જોઈને જેમ આનન્દ થાય છે તેમ પ્રાણીમાત્ર પ્રત્યે આત્મીયતા કેળવી હોય તા જ જે કોઇ ગુણાધિક હાય તેને જોઇ પ્રમેાદ ઊપજી શકે. એટલે આ ભાવનાના મૂળમાં આત્મીયતાની બુદ્ધિ છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org