________________
: ૧૯૨ :
જૈન દર્શન હેવાથી માણસ જે શાન્ત અને સ્થિર થઈ વિવેકયુક્ત વિચાર કરે તે બધા પ્રાણીઓ સરખા છે એ વાત એને ઝટ સમજાઈ જાય તેમ છે, અને એના જ અનુસંધાનમાં બધા પ્રાણુઓ તરફ એના ચિત્તમાં મૈત્રીભાવ પિદા થવાની ખૂબ જ શક્યતા છે. વેદાન્તદર્શન બધા જીવેને બ્રહ્મની ચિનગારી તરીકે માને છે અને જૈન, વૈશેષિક, સાંખ્ય, ગ વગેરે દર્શનકારે બધા જી પૃથફપૃથક સ્વતન્ત્ર અખંડ દ્રવ્ય છે એમ માનવાની સાથે સાથે જ એ બધા મૂળે એક સરખા છે એમ માને છે. આ પ્રમાણે બધા આર્ય દર્શનકારે બધા જ મૂળે એક સરખા તેજસ્વરૂપ છે એમ પ્રતિપાદન કરી તેના ફલિતાર્થરૂપે અષ્ટા સર્વભૂતાના ક્ષેત્ર માં ga ઘ અર્થાત્ કોઈ તરફ દ્વેષ વૃત્તિ ન રાખતાં પ્રાણીમાત્ર તરફ મિત્રી રાખવાની અને દુઃખી તરફ દયાળુ બનવાની ઘોષણા કરે છે. ઈર્ષ્યા-દ્વેષ, વૈરવિરોધ વગેરે દોષ પરાકાર અને સામાજિક અશાતિ પેદા કરનાર હોવા સાથે પોતાના આત્માની પણ દુઃખદ હિંસારૂપ છે, માટે એમને ખંખેરવા માટે આર્ય સન્ત મજબૂત ભલામણ કરે છે. જૈનદર્શન અને પાતંજલદર્શન વગેરે આત્મૌપમ્યની ભાવનાના આધાર પર અને એ ભાવનાને વિકસાવવા માટે મૈત્રી આદિ (મૈત્રી, પ્રદ, કરુણું અને માધ્યસ્થ) ચાર ભાવનાઓ બતાવે છે, જેમના અનુશીલનના આધાર પર જીવનની ઉત્તરોત્તર વિકાસભૂમિ ઉપર આરોહણ કરવાનું સુગમ બનતું જાય છે. એ ચારે ભાવનાઓ આ પ્રમાણે –
* काम एव क्रोध एष रजोगुणसमुद्भवः । महाशनो महापप्मा विद्ध्येनमिह वैरिणम् ।। ३७ ।।
- ( ભગવદ્ગીતા અ. ૩) અર્થાત-રજોગુણથી ઉત્પન્ન થનાર આ કામ, આ ક્રોધ સર્વભક્ષી, સર્વઘાતી મહારાક્ષસ છે, એને તું વૈરી સમજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org