________________
: ૧૮૯ :
તૃતીય ખંડ વાત છે. હા, કર્તવ્યની વેદી ઉપર બલિદાન કરવું એ સાચું બલિદાન છે. જનરક્ષા માટે પિતાના પ્રાણ કુરબાન કરવા અથવા બીજાઓની સેવામાં પોતાનું શરીર આપવું પડે તે આપવું એ સાચું બલિદાન છે. અમુક જગ્યાએ મરવાથી કે અમુકનું નામ લઈ મરવાથી સ્વર્ગ યા મેક્ષ મળે છે એ પ્રકારની અન્ધશ્રદ્ધાથી પ્રાણત્યાગ કરવો એ બે ટુ છે. જેનધમે ઉપવાસને છોડી મૃત્યુના બીજા બધા ઉપાયની મનાઈ કરી દીધી છે. આ પ્રશસ્ય સંશોધન ગણાય. જ્યારે કેઈ અસાધ્ય બીમારી આવે કે જેનું કષ્ટ સહવું કઠિન થઈ પડે અને બીજાઓ પાસેથી ખૂબ સેવા લેવી પડે એવા સમયમાં ઉપવાસ કરી શરીરને છેડવું યોગ્ય ગણાય છે. ઉપવાસ પણ એકદમ નહિ, પણ શરૂઆતમાં નીરસ ભેજન, પછી છાશ વગેરે કઈ પય વસ્તુ ઉપર અને પછી શુદ્ધ જળ પર એમ ચડતાં ઉપવાસ પર આવવું જોઈએ. આ પ્રક્રિયામાં દિવસે, મહીનાઓ અને કદાચિત્ વર્ષોને વખત પણ લાગી જવા સંભવ છે. એકદમ પ્રાણત્યાગ કરવામાં જે સંક્લેશ સ્વ-પરને થાય છે તે આ પ્રક્રિયામાં થતું નથી. વળી આ પ્રક્રિયા મરણને જ નહિ, જીવનને પણ ઉપાય બની જઈ શકે છે, અર્થાત્ આ પ્રકારની પ્રક્રિયાથી ક્યારેય બીમારીમાંથી સાજા થવાનું પણ બની જાય છે. આ પ્રકારની પ્રક્રિયાથી બીમારી શાન્ત થઈ જાય તે સંલેબનાનું કારણ ન રહેતાં સંલેખના બંધ કરી દેવી જોઈએ. ઉપવાસચિકિત્સામાં અને સંલેખનામાં અન્તર છે. ચિકિત્સામાં જીવનની પૂરી આશા અને એ માટે પ્રવૃત્તિ હોય છે. પરંતુ સંલેખને ત્યારે કરાય છે, જ્યારે જીવનની ન તે કઈ આશા રહી હોય છે, ન એ માટે પ્રયત્ન હોય છે. પરન્તુ ઉપરની સંલેખનાની પ્રક્રિયાથી શરીરને જે સારું થઈ જાય તે પછી જબરદસ્તીથી પ્રાણત્યાગ કરવાની જરૂર નથી કેમકે સંલેખના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org