________________
: ૧૨૮:
જૈન દર્શન
એવું અદ્ભુત યંત્ર છે કે સારભૂત વસ્તુઓને પોતાના ઉપયોગમાં લઇ નિરુપયેાગી વસ્તુઓ, જે અશુચિ કહેવામાં આવે છે તેમને બહાર ફેકી દઈ શરીરને કાર્યક્ષમ રાખવાના આપમેળે સતત યત્ન કરતું રહે છે. શરીર એ પરાણે ત્યાગ કરવા જેવી ચીજ નથી, અથવા તે જેમ બને તેમ જલ્દી નાશ કરવા જેવી ચીજ નથી. શરીરને કાર્યક્ષમ અને આરાગ્ય સ્થિતિમાં રાખવાની જરૂર છે, કે જેથી તેને પ્રભાવ મન ઉપર પડી મન શરીરવિષયક દુશ્ચિન્તનમાંથી મુક્ત રહે. બેશક શરીરના ભાગેાપભોગ માટે ખીનજરૂરી `િસા થવી ન જોઈએ, તેમ જ જૂઠ-અનીતિ– અન્યાયનું આચરણુ થવુ ન જોઈએ એટલી જ વિષયમાં મુદ્દાની છે અને ખાસ ધ્યાનમાં રાખવા લાયક તેમ જ અમલ કરવા લાયક છે. સમજી શકાય એવુ' છે કે આત્મા પોતાના શરીરમાં જ રહીને પોતાની જ્ઞાનશક્તિ અને કાર્યશક્તિના ઉપયાગ કરી મેાક્ષ-સાધન કરી શકે છે. આત્મા જ્યાં સુધી છેવટનું શરીર છેડી માક્ષ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેને શરીરને ઉપયાગ છે અને ત્યાં સુધી તેને શરીર વળગેલું જ છે. છતાં અણુસમજથી શરીરના ત્યાગ કરવા જેવી પ્રવૃત્તિ કરવામાં આવે તા તે આપઘાતની પ્રવૃત્તિ જેવું ગણાય, જે પાપ મનાયું છે. ત્યાગ શરીરના નહિ, પણ દુવૃત્તિ તેમ જ દુષ્પ્રવૃત્તિના કરવાના છે.
વાત પ્રસ્તુત
"
આપઘાત અને ‘સલેખના ’માં ક્ક છે. આપઘાત કાયના આવેગનુ પરિણામ છે, જ્યારે સલેખના ' ત્યાગ અને દયાનુ પરિણામ છે. જ્યાં પેાતાના જીવનની કઇપણ ઉપયેાગિતા રહી ન હાય અને પેાતાને માટે બીજાઓને વ્યર્થ કષ્ટ ઊઠાવવુ પડતુ ડાય ત્યાં શરીરત્યાગમાં ખીજા ઉપર દયા છે. કેટલાક કાય પાણીમાં ડૂબી મરવાનું, કોઈ પવ ત ઉપરથી પડીને મરવાનું ચા ત્રીજી રીતે પ્રાણેાત્સગ કરવાનું આદરે છે; પણ એ અંધશ્રદ્ધાની
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org