________________
: ૧૮૨ :
જૈન દર્શન પ્રકાશમાન થઈ શકે છે, અર્થાત વીતરાગતા સાધી દેવત્વને પ્રાપ્ત કરી શકે છે. એવી રીતે જે કંઈ મનુષ્ય દેવત્વને પ્રાપ્ત કરે છે તે દેવ છે, જે વીતરાગ છે તે દેવ છે.
આ દેવત્વને પ્રગટાવવું એ આપણે આદર્શ છે. એ દેવત્વને પ્રગટાવવાની સાધનામાં જે સુખ્ય પ્રયત્નશીલ છે, તે ત્યાગી સંયમી અપરિગ્રહી સન્ત ગુરુ છે, જે આદર્શની ઓળખાણ કરાવે છે, વીતરાગતા શું છે એ સમજાવે છે અને એ સ્થિતિએ પહોંચવા માટે સંસારી જીવનમાં ક્યો માર્ગ વિધેય છે–આચરવા યોગ્ય છે એ યંગ્ય રીતે બતાવે છે. અશુદ્ધ દશા દૂર કરી શુદ્ધ દશા (વીતરાગતા) જે માગે પમાય તે માર્ગનું નામ ધર્મ. ધર્મ એટલે કર્તવ્યમાર્ગે ચાલવું તે, અર્થાત વિકાસગામી ક્તવ્ય સાધના. આ દેવ-ગુરુ-ધર્મને (એ ત્રણે તને) સાચા અર્થમાં ઓળખવા સહવા એ “સમકિત” (સમ્યક્ત્વ) કહેવાય છે. પણ એ “વ્યવહાર–સમકિત” છે, જ્યારે આત્મા જ એના મૂળ સ્વરૂપમાં સત્તાએ દેવ છે અને કર્માવરણને વીંખી નાખી પિતાના મૂળ સ્વરૂપમાં પૂર્ણ પ્રગટ થઈ શકે છે. એવી વિમલ શ્રદ્ધાથી ઊજળ આત્મપરિણામ તે “નિશ્ચય-સમકિત” છે.
વિવિધતામાં એકતા યા સમાનતા જેવી, એટલે કે સર્વ પ્રાણીઓને પિતાના આત્મરૂપ જેવા એ વસ્તુ સમ્યગ્દષ્ટિના મૂળમાં રહેલી છે. એ જે સધાય તે આગળને માર્ગ સુગમ બની રહે છે. મિત્રી આદિ ચાર ભાવનાઓ એ આત્મદષ્ટિમાંથી ઉદ્દભવે છે. આવી દષ્ટિ પ્રગટ્યા વગર મનુષ્ય તત્વતઃ “સમ્યકત્વી” બની શકતું નથી એ ખાસ ખ્યાલમાં રાખવા ગ્ય છે. આવી દષ્ટિ જ્યાં હોય છે ત્યાં કજિયા-ટંટા, વૈર-વિરોધ, છીનાઝપટી, ઊંચ-નીચભાવ, અહંકારવૃત્તિ વગેરે કાલુખ્ય હેતું નથી, અને
સાચા
નાખી ૪ સ્વરૂપમાં અવાર-સમિતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org